Face Yoga: રોજ સવારે કરી લો આ 5 યોગાસન, ચહેરાની ઢીલી પડેલી સ્કિન પણ ટાઈટ થવા લાગશે
Face Yoga: 30 વર્ષ પછી જો સ્કિન કેર પર ધ્યાન આપવામાં ન આવે તો સ્કિન ઢીલી પડવા લાગે છે. જો તમે રોજ ફેસ યોગા કરવાનું રાખો છો તો ઢીલી પડેલી ત્વચા ટાઈટ થઈ શકે છે. કયા છે આ યોગ જાણી લો.
Trending Photos
Face Yoga: વધતી ઉંમર, સ્ટ્રેસ, ખરાબ લાઈફ સ્ટાઇલ અને આહારની અસર શરીરની સાથે ચહેરા પર પણ પડે છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો સ્કીન ઢીલી પડવા લાગે છે અને કરચલીઓ દેખાય છે. જો ચહેરાની ત્વચા ઢીલી પડી જાય તો નાની ઉંમરમાં પણ ચહેરો વૃદ્ધ જેવો દેખાવા લાગે છે.
કરચલીઓ, ફાઈન લાઇન્સ અને ચહેરાની ખરાબ થયેલી ત્વચાના કારણે આત્મવિશ્વાસ પણ ઘટવા લાગે છે. આ બધી જ ચિંતા અને સમસ્યાથી બચવું હોય તો 30 વર્ષની ઉંમર પછી ઘરે જ કેટલાક યોગ કરવા જોઈએ. કેટલાક યોગાસન એવા છે જેને કરવાથી ત્વચાને ફાયદો થાય છે. યોગ્ય પદ્ધતિથી આ આસન કરવામાં આવે તો કરચલીઓ ઓછી થઈ જાય છે અને ઢીલી પડેલી ત્વચા પણ ટાઈટ થવા લાગે છે.
ભુજંગાસન
તમે નિયમિત ભુજંગાસન કરી શકો છો. તેનાથી ગરદન અને ચહેરાના સ્નાયુઓમાં ખેંચાવ આવે છે અને ત્વચા ટાઇટ થાય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે જેના કારણે કરચલીઓ અને ફાઈન લાઇન્સ ઓછી થાય છે.
સિંહાસન
ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે સિંહાસન પણ અસરકારક છે. આ આસન કરવા માટે સિંહની જેમ મોઢું પૂરું ખોલીને જીભ બહાર કાઢવાની હોય છે. આ એક્સરસાઇઝ કરવાથી ગાલ અને ગળાની ત્વચામાં કસાવટ આવે છે અને સ્નાયૂનો સ્ટ્રેસ દૂર થાય છે.
ઉર્ધ્વમુખ શ્વાનાસન
આ આસન પણ ત્વચા માટે ફાયદાકારક છે. આ આસન કરવા માટે ઊંધા સુઈ જવું અને શરીરના ઉપરના ભાગને ઉપરની તરફ ઉઠાવો. આ આસન કરવાથી ગરદન, ચહેરા અને છાતીના સ્નાયુઓમાં કસાવ આવે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.
યોગ નિદ્રા
આ એકસરસાઈઝ ડીપ રીલેક્સેશન આપે છે. યોગ નિદ્રા કરવાથી સ્ટ્રેસ ઘટી જાય છે અને ચહેરા પર કરચલીઓ પણ દેખાતી નથી. આ યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ત્વચા અંદરથી હેલ્ધી અને યુવાન રહે છે.
મત્સ્યાસન
મત્સ્યાસન જેને ફિશ પોઝ પણ કહેવાય છે તે યોગાસન કરવાથી ગરદન અને ચહેરાના સ્નાયુઓમાં જરૂરી ખેંચાણ આવે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી સ્કીન ટાઈટ રાખવામાં મદદ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે