Relationship Tips: સંબંધોમાં આ રેડ ફ્લેગ્સ જોવા મળે તો ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં, લાઈફ ખરાબ થઈ જતા વાર નહીં લાગે

Relationship Tips: દરેક સંબંધની શરુઆતમાં બધું જ સારું લાગે છે. પ્રેમમાં પડવાની ઉતાવળ અને શરુઆતી આકર્ષણમાં ઘણીવાર લોકો કેટલાક રેડ ફ્લેગ્સને પણ ઈગ્નોર કરે છે. એટલે કે જે વસ્તુઓને ઈગ્નોર ન કરવી જોઈએ તેને પણ કરી બેસે છે. ત્યારપછી લાઈફમાં પસ્તાવાનો વારો આવે છે.

Relationship Tips: સંબંધોમાં આ રેડ ફ્લેગ્સ જોવા મળે તો ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં, લાઈફ ખરાબ થઈ જતા વાર નહીં લાગે

Relationship Tips: પ્રેમ એક સુંદર અનુભવ છે. વર્તમાન સમયમાં તો યુવાનો ખૂબ જ નાની ઉંમરમાં જ પ્રેમમાં પડી જાય છે. આકર્ષણને પ્રેમ સમજીને યુવાનો ઘણી વખત મોટી ભૂલ કરી બેસે છે. શરૂઆતના સમયમાં બધું જ સારું લાગતું હોય છે તે દરમિયાન ઘણા લોકો રિલેશનશિપમાં રેડ ફ્લેટ ગણાતા વ્યવહારને પણ સ્વીકારી લે છે. જે ભૂલ આગળ જતા અફસોસ કરાવે છે. તેથી જ રિલેશનશિપની શરૂઆતથી જ જો આ 6 માંથી કોઈ એક રેડ ફ્લેગ પણ પાર્ટનરમાં જોવા મળે તો તેને સ્વીકારવાની ભૂલ કરવી નહીં. 

કંટ્રોલ કરનાર 

જો તમારો પાર્ટનર તમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે તો તે સૌથી મોટો રેડ ફ્લેગ છે. શરૂઆતમાં તો તે પ્રેમથી પોતાની વાત મનાવશે, પરંતુ ધીરે ધીરે તમારા  પર તેના નિર્ણયો હાવી થઈ જશે અને તમારે તેની બધી જ વાત માનવી પડશે. 

હિંસક વ્યવહાર 

ઘણા લોકો ગુસ્સામાં હિંસક વર્તન કરવા લાગે છે અને પછી તેને પ્રેમ ગણાવે છે. આવા વ્યવહાર કરતા લોકોને સ્વીકારવાની ભૂલ કરવી નહીં. જો કોઈ વ્યક્તિનું વર્તન ગુસ્સા દરમિયાન હિંસક થઈ જાય છે તો શક્ય હોય તેટલી જલ્દી તેનાથી દૂર થઈ જવું. હિંસક વર્તન મૌખિક કે શારીરિક રીતે દુર્વ્યવહારનું હોઈ શકે છે. 

ખોટું બોલનાર 

ખોટું બોલવું એ પણ રેડ ફ્લેગ છે. જો તમારો પાર્ટનર નાની મોટી વાતમાં ખોટું બોલે છે તો તે તમારા માટે વિશ્વાસપાત્ર નથી. એકવાર ખોટું બોલનાર વ્યક્તિ કોઈપણ ક્ષણે ખોટું બોલી શકે છે આવી વ્યક્તિ જીવનમાં કોઈપણ ઘડીએ વિશ્વાસઘાત કરશે. 

ઈમોશનલી અટેચ ન હોવું 

જો તમારો પાર્ટનર તમારી સાથે ઇમોશનલી અટેચ નથી તો તે પણ એક રેડ ફ્લેગ છે. જો તે પોતાના ઈમોશન્સને શેર ન કરે અને તમારા ઈમોશન્સની પણ પડી ન હોય તો સમજી લેજો કે તે કોઈ સ્વાર્થના કારણે તમારી સાથે છે. 

સપોર્ટ ન કરનાર  

જો તમારો પાર્ટનર તમારા મૂલ્યો, તમારા ધ્યેય અને તમારા વિચારોને સપોર્ટ નથી કરતો તો તે પણ રેડ ફ્લેગ છે. આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય તમને સરાહના કે પ્રોત્સાહન આપી શકશે નહીં. ઘણી વખત તો આવા લોકો તમારા વિચારોને નબળા ગણાવે છે 

સન્માન ન કરનાર 

જો તમારો પાર્ટનર તમારું સન્માન નથી કરતો અને વારંવાર તમારું અપમાન કરે છે તો તે એક રેડ ફ્લેગ છે. આવા લોકો કોઈપણ વાત પર તમને નીચું દેખાડી શકે છે અને તમારું અપમાન કરી શકે છે. આવા વ્યક્તિની સાથે રહીને ધીરે ધીરે તમે મહત્વહીન છો તેવું અનુભવ કરવા લાગશો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news