Relationship Tips: સુખી અને પરફેક્ટ રિલેશનશિપ ઈચ્છતા હોય તો આ 5 વસ્તુઓને ઓનલાઈન ક્યારેય પોસ્ટ કરવી નહીં...

Relationship Tips: બધી જ વસ્તુઓ સોશિયલ મીડિયા પર શેર કરવાના ટ્રેંડ વચ્ચે સંબંધોમાં પર્સનલ સ્પેસનું મહત્વ સમજવું જરૂરી છે. જો તમે આવેશમાં આવીને કેટલીક વસ્તુઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો તો તેનાથી સંબંધોને અસર થઈ શકે છે.
 

Relationship Tips: સુખી અને પરફેક્ટ રિલેશનશિપ ઈચ્છતા હોય તો આ 5 વસ્તુઓને ઓનલાઈન ક્યારેય પોસ્ટ કરવી નહીં...

Relationship Tips: સોશિયલ મીડિયાના વધતા પ્રભાવમાં લોકો પોતાના જીવનની નાની મોટી દરેક બાબતને ઓનલાઇન શેર કરતા. સોશિયલ મીડિયા સારું છે એટલું જ ખરાબ પણ સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયાના વળગણના કારણે કેટલાક લોકોને તો આદત થઈ ગઈ હોય છે કે પોતાની ખુશી અને પોતાની સમસ્યા બધું જ સોશિયલ મીડિયા પર શેર કરી દે છે. થોડી ક્ષણના આવેશમાં કરેલી આ ભૂલ સંબંધોમાં સમસ્યા અને વિવાદ ઊભા કરે છે. લોકોને લાગતું નથી પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરેલી કેટલીક વસ્તુઓ સંબંધોને પ્રભાવિત કરી શકે છે. 

સોશિયલ મીડિયા પર સમજ્યા વિચાર્યા વિના કરેલી કેટલીક પોસ્ટ અંગત જીવન અને સંબંધોને પ્રભાવિત કરે છે. જેના કારણે સંબંધોમાં તિરાડ પણ ઊભી થઈ શકે છે. જો તમે પરફેક્ટ અને મજબૂત સંબંધ ઈચ્છતા હોય તો પોતાના જીવનની કેટલીક બાબતોને ઓનલાઇન પોસ્ટ કરવાથી બચવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ કઈ બાબતોની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવી નહીં. 

ફરિયાદો અને અગ્રેસીવ પોસ્ટ 

સંબંધોમાં નાની મોટી વાત પર લડાઈ થાય તે સામાન્ય છે પરંતુ પાર્ટનર સાથે લડાઈ થયા પછી સોશિયલ મીડિયા પર ફરિયાદો ભરી કે એગ્રેસિવ પોસ્ટ કરવી યોગ્ય નથી. આમ કરવાથી લોકો વચ્ચે તમારી સમસ્યાઓ જાહેર થવા લાગશે અને તમારા પાર્ટનર મેન્ટલ પ્રેશર અનુભવ કરશે. 

ઝઘડાની વાતો શેર કરવી 

જો કોઈપણ કારણસર પોતાના પાર્ટનર સાથે વિવાદ થયો હોય તો તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ખરાબ વાત છે. પર્સનલ બાબતોને પબ્લિક કરવાથી સંબંધ નબળા પડી જાય છે. 

રોમેન્ટિક મોમેન્ટ્સને શેર ન કરો

દરેક કપલ એકબીજા સાથે રોમેન્ટિક ક્ષણો પસાર કરે છે આ સમયે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ક્ષણોની કોઈપણ પોસ્ટ પણ કરવી નહીં. કપલ વચ્ચેના આવા ઈમોશનલ મોમેન્ટ જાહેર કરવા હાનિકારક સાબિત થઈ શકે છે. 

સંપત્તિ દર્શાવતી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર તમારી પાસે કેટલા રૂપિયા છે, કેટલા ઘરેણા છે અને કેટલી વસ્તુઓ છે તે દર્શાવતી પોસ્ટ કરવી પણ હાનિકારક છે. કોઈપણ સંબંધમાં મહત્વ પ્રેમ અને સમજદારીનું હોય છે સંબંધના કારણે તમને કેટલી સંપત્તિ મળી તે દર્શાવવું નહીં. 

પર્સનલ સંઘર્ષ અને સમસ્યાઓ 

સંબંધોમાં સંઘર્ષ અને પર્સનલ સમસ્યાઓ થાય તે પણ સામાન્ય વાત છે. આવી વાતોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે શેર કરવી જોખમી છે. આવી બાબતોને શેર કરવાથી ગેરસમજ ઊભી થાય છે. કોઈ અજાણી વ્યક્તિ તમને સમસ્યામાંથી બહાર આવવાનો સાચો રસ્તો દેખાડી શકે નહીં તેથી આવી ભૂલ કરવાનું ટાળો.
 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news