Akshaya Tritiya 2025: લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ અક્ષય તૃતીયા પર પોતાની રાશિ પ્રમાણે કરો ખાસ ઉપાય, સોનું ખરીદ્યા સમાન ફળ મળશે
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાના દિવસે માં લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો પોતાની રાશિ અનુસાર આ કામ કરજો. લાભ ચોક્કસથી મળશે.
Trending Photos
Akshaya Tritiya 2025: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ખાસ ગણાય છે. પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લપક્ષની ત્રીજના દિવસે અક્ષય તૃતીયા ઉજવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલે ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ, ગણેશજી અને ધનના દેવતા કુબેરજીની પૂજા કરવાની હોય છે. આ દિવસે સોનુ અથવા તો ચાંદી ખરીદવું શુભ ગણાય છે. જો કોઈ વ્યક્તિ સોનું કે ચાંદી ખરીદી ન શકે તો તે પણ અક્ષય તૃતીયાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે.
અક્ષય તૃતીયાના દિવસે રાશિ અનુસાર દાન કરવું પણ શુભ ગણાય છે. રાશિ અનુસાર તમે આ વસ્તુઓનું દાન કરો તો ધન, સ્વાસ્થ્ય, અને પરિવાર સંબંધિત સમસ્યાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ અક્ષય તૃતીયાના દિવસે રાશિ અનુસાર કયા ઉપાય કરવાથી સોનુ ચાંદી ખરીદ્યા સમાન ફળ મળે છે.
અક્ષય તૃતીયાના રાશિ અનુસાર ઉપાય
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ સાથે જ સાંજે ઘરમાં દીવો કરવો જોઈએ.
- વૃષભ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે દૂધનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે તેનાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે.
- મિથુન રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ કામ કરવાથી ઘરમાં પ્રેમ વધે છે
- કર્ક રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે મિસરીનું દાન કરવું જોઈએ સાથે જ જરૂરિયાત મંદોને ધનની મદદ કરવાથી પણ લાભ થાય છે.
- સિંહ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે કોઈ મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ સાથે જ ગરીબોને ઘઉંનું દાન કરવું.
- કન્યા રાશિના લોકો અક્ષય તૃતીયાના દિવસે જરૂરિયાત મંદોને ખીર ખવડાવે તો લાભ થાય છે.
- તુલા રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે રાહગીરોને પાણી પીવડાવવું જોઈએ અને જરૂરિયાત મંદોને જૂતા-ચપ્પલનું દાન કરવું જોઈએ.
- વૃશ્ચિક રાશિના લોકો આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરે તો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
- ધન રાશિના લોકો અક્ષય તૃતીયાના દિવસે ચણાની દાળનું દાન કરે તો જીવનમાં આવેલી બાધા દૂર થઈ જાય છે.
- મકર રાશિના લોકો અક્ષય તૃતીયાના દિવસે પાણી ભરેલા મટકાનું દાન કરે તો શુભ ગણાય છે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે.
- કુંભ રાશિના લોકોએ અક્ષય તૃતીયના દિવસે ફળનું દાન કરવું જોઈએ તેનાથી જીવનમાં ખુશહાલી આવે છે અને ઘરમાં ચાલતા ઝઘડા પણ શાંત થાય છે.
- મીન રાશિના લોકો આ દિવસે ચણાના લોટથી બનેલી મીઠાઈનું દાન કરે તો શુભ ફળ મળે છે. આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે