માઇગ્રેનથી લઈને કબજીયાત સુધી, દરેક મુશ્કેલી દૂર કરે છે દુર્વા ઘાસ, જાણો ફાયદા
Use of Durva: ગણપતિનું પ્રિય દુર્વા ઘાસ ન માત્ર ધાર્મિક મહત્વ રાખે છે, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન પણ કરે છે. માઇગ્રેનમાં રાહત, કબજીયાતની સમસ્યા, તણાવ ઘટાડવામાં દુર્વા ઘાસ લાભકારી છે.
Trending Photos
Benifits of Durva Grass: લીલી-લીલી કોમળ દુર્વા વગર ગણપતિની પૂજા અધૂરી માનવામાં આવે છે. દુર્વા માત્ર ઘર્મમાં જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર દુર્વા ઘાસ માથામાં થતાં ગંભી દુખાવા માઇગ્રેનની સાથે કબજીયાતની સમસ્યા પણ દૂર કરવામાં સક્ષમ છે. આયુર્વેદાચાર્ય ગુર્વાને ગુણોની ખાસ ગણાવે છે.
સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
દુર્વા ઘાસ બગીચાની સુંદરતા તો વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સવાર-સાંજ આ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી બ્લડપ્રેશર, માઈગ્રેન, સ્ટ્રેસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને આંખોની રોશની પણ સુધરે છે. બાબેની આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પંજાબના ડૉ. પ્રમોદ આનંદ તિવારી (MD)એ કહ્યું, "આયુર્વેદમાં દુર્વા કે દુબને દવા અને ગુણોની ખાણ કહેવામાં આવે છે. તે પેટના રોગો અને માનસિક શાંતિ માટે ફાયદાકારક છે. દુર્વાનો રસ પીવાથી એનિમિયાની સમસ્યા દૂર કરી શકાય છે. તે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારે છે."
કેલ્શિયમ, આયરન સાથે ફાઇબર-પ્રોટીન સામેલ
તેમણે જણાવ્યું કે ગુણોની ખાણ ગણાવી દુર્વા ઘાસમાં કેલ્શિયમ, આયરન, ફાસ્ફોરસની સાથે ફાઇબર, પ્રોટીન અને પોટેશિયમ પણ હોય છે. આયુર્વેદાચાર્યએ જણાવ્યું હતું કે, "દુર્વા મોટાભાગે ઉદ્યાનોમાં ફેલાયેલું જોવા મળે છે. સવાર-સાંજ આ લીલા ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને આંખોની રોશની પણ સુધારે છે. દુર્વા હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે." આયુર્વેદિક નિષ્ણાતે જણાવ્યું કે કેવી રીતે ઘાસનું સેવન કરવું જોઈએ. તેમણે કહ્યું, "તાજા દુર્વા ઘાસને પીસીને તેનો રસ પીવાથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. દુર્વા ઘાસનું સેવન કરવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તેનાથી મહિલાઓને માસિક ધર્મના દુખાવાથી પણ રાહત મળે છે અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે."
તેમણે જણાવ્યું- તમને માઇગ્રેન કે માથામાં દુખાવાની ફરિયાદ રહે છે તો સવાર-સાંજ ઉઘાડા પગે ફરવાની સાથે દુર્વા ઘાસના જ્યુસનું સેવન કરવાથી લાભ મળે છે. જો શરીરમાં દુખાવો અને ખેંચાણ અથવા દાંતમાં દુખાવો, પેઢાંમાંથી લોહી નીકળતું હોય, મોઢામાં અલ્સર હોય તો ઘાસના રસમાં મધ અથવા ઘી ભેળવીને પીવાથી પણ તરત આરામ મળે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે