Astro Tips: રવિવારે આ સફેદ વસ્તુનું દાન કરવાથી ચમકી જશે ભાગ્ય, જાણો ધન પ્રાપ્તિના 3 અચૂક ઉપાયો વિશે

Astro Tips For Dhan Labh: રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા-અર્ચના કરવા માટે સમર્પિત હોય છે. સૂર્ય પૂજા કરવા ઉપરાંત જો કેટલાક વિશેષ કામ રવિવારે કરવામાં આવે તો સૂર્ય દેવની કૃપાથી પૈસાની તંગીથી મુક્તિ મળી શકે છે.
 

Astro Tips: રવિવારે આ સફેદ વસ્તુનું દાન કરવાથી ચમકી જશે ભાગ્ય, જાણો ધન પ્રાપ્તિના 3 અચૂક ઉપાયો વિશે

Astro Tips For Dhan Labh: હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત માનવામાં આવ્યો છે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. રવિવારે સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. એવું કહેવાય છે કે સૂર્ય પૂજા કરવાની સાથે જો વ્યક્તિ કેટલાક સરળ ઉપાયો પણ રવિવારે કરે છે તો તેના જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે તમને રવિવારના આવા જ ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી આર્થિક તંગીથી લઈને જીવનની અલગ અલગ સમસ્યાઓનુ નિરાકરણ આવી શકે છે. 

આર્થિક તંગી દૂર કરવાનો ઉપાય 

જો તમારા ઘરમાં આર્થિક સ્થિતિ ખરાબ હોય તો રવિવારના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું. ત્યારપછી ઉગતા સૂર્યની પૂજા કરવી. તાંબાના લોટામાં પાણી, લાલ ફુલ, કંકુ, ગોળ અને ચોખા ઉમેરીને સૂર્યદેવને આ જળ અર્પિત કરો. સાથે જ ઓમ આદિત્ય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. દર રવિવારે આ કામ કરીને જુઓ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો દેખાવા લાગશે. 

ધન પ્રાપ્તિનો ચમત્કારી ઉપાય 

રવિવારના દિવસે જો તમે માછલીઓને લોટ ખવડાવો છો તો તેનાથી સૌથી વધુ લાભ થાય છે. જો તમે દર રવિવારે આ કામ કરવા લાગો છો તો પૈસાની તંગી ધીરે ધીરે દૂર થવા લાગશે. તળાવ કે નદી કિનારે જઈને માછલીઓને લોટની ગોળી ખવડાવી જોઈએ તેનાથી ધન લાભના યોગ બને છે. 

સફળતા માટેનો ઉપાય 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનો દાન કરવું પણ ફળદાયી છે.માન્યતા છે કે રવિવારે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા તો લંગર કે ભંડારા માટે મીઠાનું દાન કરો છો તો તેનાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થવા લાગે છે. રવિવારે મંદિરમાં ગોળનું દાન કરવાથી પણ સફળતામાં આવતી બાધાઓ દૂર થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news