Budhwar Ke Upay: ગણેશજીનો અચૂક મંત્ર, જાપ કરવાથી ભારેમાં ભારે સંકટનું થઈ જાય નિવારણ

Budhwar Ke Upay: બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. આજે તમને ગણપતિજીના પાવરફુલ મંત્ર વિશે પણ જણાવીએ જે ભારેમાં ભારે સંકટને પણ દુર કરી દે છે.
 

Budhwar Ke Upay: ગણેશજીનો અચૂક મંત્ર, જાપ કરવાથી ભારેમાં ભારે સંકટનું થઈ જાય નિવારણ

Budhwar Ke Upay: બુધવારનો દિવસ ગણપતિજીની આરાધના કરવા માટે સમર્પિત ગણાય છે. આ દિવસ બુધ ગ્રહ સંબંધિત પણ હોય છે. બુધ ગ્રહ વાણી, વેપાર અને બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધવારના દિવસે જે પણ ભક્ત ગણેશજીની પૂજા અર્ચના કરે છે તેના જીવનની મોટામાં મોટી મુશ્કેલીનો પણ અંત આવી જાય છે, તેના કામમાં કોઈ પણ બાધા પણ નથી આવતી. ભગવાન ગણેશ ભક્તોના બધા જ દુઃખનો નાશ કરે છે પરંતુ બુધવારના દિવસે કરેલા ખાસ ઉપાય ગણેશજીને તુરંત પ્રસન્ન કરે છે. આ ઉપાય કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે. 

બુધવારના દિવસે કરો આ ઉપાય 

ગણપતિજીને ગોળ ધરાવો 

બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઈને ગણપતિજીની પૂજા કરો અને તેમને ગોળનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને અન્નનો અભાવ રહેતો નથી. 

ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો 

બુધવારના દિવસે જો ભગવાન ગણેશની પૂજા કરી તેમને દુર્વાની 21 ગાંઠ અર્પણ કરવામાં આવે તો ગણેશજી શીઘ્ર પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા પૂરી કરે છે. 

ગાયને લીલું ઘાસ ખવડાવો 

બુધવારના દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવાથી અથવા ગૌશાળામાં ઘાસનું દાન કરવાથી જીવનમાં આર્થિક ઉન્નતિ થાય છે અને સમસ્યાથી છુટકારો મળે છે. 

બુધવારના ચમત્કારી મંત્ર 

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરી તેમને સિંદૂર અર્પણ કરીને વિશેષ મંત્રનો જાપ કરવાથી જીવનની બધી જ સમસ્યાનો અંત આવી શકે છે. ગણેશજીના બે મંત્ર છે જેને અચૂક ગણવામાં આવે છે. બુધવારના દિવસે નિયમપૂર્વક પૂજા કરી આ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. 

ઓમ ગં ગણપતયે નમઃ 

શ્રી ગણેશાય નમઃ

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news