આ 3 રાશિ પર શનિદેવ રહે છે ખુબ જ મહેરબાન, દરેક કામમાં અપાવે સફળતા, મુશ્કેલીઓથી રાખે દૂર, ધન-ધાન્ય ભરપૂર રાખે!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 3 રાશિઓ એવી છે જે શનિદેવની ખુબ જ પ્રિય ગણાય છે. એવું કહેવાય છે કે આ રાશિઓ પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે. જેના કારણે તેઓ લાઈફમાં ખુબ સફળતા મેળવે છે.
Trending Photos
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતાની ઉપાધિ મળેલી છે. જે લોકોના કર્મોનો હિસાબ કિતાબ કરે છે. જેનો અર્થ એ છે કે તેઓ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવ હાલ મીન રાશિમાં બિરાજમાન છે. એવું કહેવાય છે કે કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ ખુબ મજબૂત હોય તો તેને રાજા બનતા કોઈ રોકી શકે નહીં. કરિયરમાં ખુબ સફળતા પણ શનિદેવ અપાવી શકે છે. જેમની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો તેમણે લાઈફમાં ખુબ સંઘર્ષ કરવો પડે છે. અમે તમને આજે શનિદેવની પ્રિય રાશિઓ વિશે જણાવીશું.
શનિદેવની પ્રિય રાશિ છે તુલા
તુલા રાશિ શનિદેવની સૌથી પ્રિય રાશિ ગણાય છે. કારણ કે આ રાશિમાં શનિદેવ ઉચ્ચના હોય છે. જેના કારણે આ રાશિવાળા પર શનિદેવ ખુબ કૃપા વરસાવે છે. આ લોકો જે કામમાં હાથ નાખે છે તેમાં સફળતા મેળવે છે. શનિની કૃપાથી જ તેઓ સમાજમાં ખુબ નામના મેળવે છે.
મકર રાશિના જાતકો પર રહે છે મહેરબાન
શનિદેવ મકર રાશિના જાતકો ઉપર પણ ખુબ મહેરબાન રહે છે. કારણ કે શનિ આ રાશિના સ્વામી ગ્રહ છે. શનિની કૃપા આ રાશિવાળા પર જીવનભર રહે છે. જેના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. બિઝનેસ હોય કે નોકરી તેઓ દરેક જગ્યાએ નામના મેળવે છે. જીવનમાં ક્યારેય સુખ સુવિધાઓની કમી રહેતી નથી.
કુંભ રાશિના જાતકો પર રહે છે વિશેષ કૃપા
શનિ કુંભ રાશિનો સ્વામી ગ્રહ ગણાય છે. આથી આ રાશિ પણ શનિદેવને પ્રિય રાશિ ગણાય છે. શનિના પ્રભાવના કારણે જ આ રાશિના લોકો મહેનતુ અને કર્મઠ હોય છે. જેના કારણે જે કામ કરવાનું મનમાં નક્કી કરી લે છે તે પૂરું કરીને જ દમ લે છે. તેમની પાસે કોઈ ચીજની કમી રહેતી નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે