આબુમાં અમદાવાદી યુવકનું મોત, સેલ્ફી લેતા સમયે 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો અને ત્યાં જ મોત આવ્યું

Ahmedabad Youth Falls Into Gorge In Abu : અમદાવાદનો યુવક આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડ્યો. એક કલાક બાદ 300 ફૂટ ઊંડેથી જીવતો મળ્યો, પરંતું હોસ્પિટલ લઈ જતી વખતે મોત. જીવનની છેલ્લી ક્ષણોનો હૃદયદ્રાવક વીડિયો

આબુમાં અમદાવાદી યુવકનું મોત, સેલ્ફી લેતા સમયે 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો અને ત્યાં જ મોત આવ્યું

Rajasthan News ; ઉત્તર ગુજરાતના લોકો છાશવારે આબુ ફરવા ઉપડી જતા હોય છે. ત્યારે આવામાં એલર્ટ રહેવાની જરૂર પડી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં અમદાવાદના એક યુવકે જીવ ગુમાવ્યો છે. હનુમાન મંદિર પાસે રોડની સુરક્ષા દીવાલ પર સેલ્ફી લેતાં ઊંડી ખીણમાં યુવક પડ્યો હતો. 300 ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડતા યુવકનું મોત નિપજ્યું છે. 

માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ
અમદાવાદના ત્રણ યુવકો માઉન્ટ આબુ ફરવા ગયા હતા. માઉન્ટ આબુ આરના હનુમાન માન મંદિર પાસેના માઉન્ટઆબુ-આબુરોડ માર્ગ ઉપર રોડની સુરક્ષા દીવાલ ઉપર સેલ્ફી લેતા સમયે એક યુવક ઊંડી ખાઈમાં પડ્યો હતો. 250 થી 300 ફૂટ જેટલી ઊંડી ખીણમાં યુવક પડી જતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યું છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા યુવકને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જતા તેને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 2, 2025

 

યુવકો ટેકરીઓ પર સેલ્ફી લઈ રહ્યા હતા 
આ વિશે માહિતી આપતા માઉન્ટ આબુના SHO પ્રદીપ ડાંગાએ જણાવ્યું કે, રાજસ્થાનના પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવારે એક દુ:ખદ અકસ્માત થયો. ગુજરાતના અમદાવાદથી આવેલા 49 વર્ષીય પર્યટક વિપિન પટેલે સેલ્ફી લેતી વખતે પોતાનું સંતુલન ગુમાવ્યું અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું. આ અકસ્માત અર્ણા હનુમાનજી મંદિર પાસે થયો હતો. એસએચઓ પ્રદીપ ડાંગાએ જણાવ્યું હતું કે વિપિન પટેલ તેના મિત્રો હિરેન પટેલ અને દિનેશ પટેલ સાથે માઉન્ટ આબુના દર્શન કરવા આવ્યા હતા. તે અર્ણા હનુમાન મંદિર પાસે રસ્તાના કિનારે ધોધ અને ટેકરીઓની સુંદરતા વચ્ચે સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન, સુરક્ષા દિવાલ પાસે તેમનું સંતુલન ગુમાવ્યું અને તેઓ ખીણમાં પડી ગયા.

અઢી કલાક બાદ વિપીન પટેલનો મૃતદેહ ખીણમાંથી બહાર કઢાયો હતો
ઘટનાની માહિતી મળતા જ માઉન્ટ આબુ પોલીસ, મ્યુનિસિપલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, સ્કાઉટ ટીમ અને સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ અઢી કલાકની મહેનત પછી, વિપિનને દોરડાની મદદથી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો. તે સમયે તે શ્વાસ લઈ રહ્યો હતો, પરંતુ ગંભીર રીતે ઘાયલ હાલતમાં, તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 

મૃતદેહ હાલમાં ગ્લોબલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. પોલીસે પરિવારના સભ્યોને જાણ કરી છે. તેમના આગમન પછી, પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અકસ્માત ફરી એકવાર પ્રવાસન સ્થળોએ તકેદારી અને સલામતીના પગલાંનો અભાવ દર્શાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news