Bhojan: શું પતિ-પત્નીએ એક જ થાળીમાં ભોજન કરવું જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્ર
Bhojan Niyam: આજની યુવા પેઢી વિચારે છે કે એક થાળીમાં ભોજન કરવાથી પ્રેમ વધે છે પરંતુ શાસ્ત્ર આ વિશે શું કહે છે. પતિ-પત્ની એક થાળીમાં જમે તો જીવન પર શું અસર પડે છે જાણો...
Trending Photos
Husband-Wife Bhojan Rules: આજના સમયમાં સંયુક્ત પરિવારની જગ્યાએ વિભક્ત પરિવાર વધી ગયા છે. તેવામાં લોકોની રહેવા સહિત અન્ય આદતોમાં પણ ફેરફાર જોવા મળે છે. નવા સમયમાં જ્યારે યુવક-યુવતીના લગ્ન થાય છે તો તે પ્રેમ વ્યક્ત કરવા માટે એક સાથે એક થાળીમાં ભોજન કરે છે, તો તે અનુસાર આ રીતે ભોજન કરવાથી સંબંધ મજબૂત રહેશે, પરંતુ ધર્મશાસ્ત્ર શું કહે છે, શું પતિ-પત્નીએ એક થાળીમાં જમવું યોગ્ય છે? જાણો...
પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરવાથી શું થાય છે?
કુરુક્ષેત્રમાં બાણની શય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહે પાંડવો અને દ્રૌપદીને આદર્શ જીવન વિશે વિગતવાર સમજાવ્યું હતું. જ્યારે યુધિષ્ઠિરે તેમને સુખી દામ્પત્ય જીવન વિશે પૂછ્યું, ત્યારે તેમણે ઘણી બધી વાતો કહી, જેમાં એ પણ શામેલ છે કે કોઈ પણ સંજોગોમાં પતિ-પત્નીએ એક જ થાળીમાં ભોજન ન કરવું જોઈએ. જો કોઈ દંપતી આવું કરે છે, તો પરિવાર પર મુશ્કેલીઓ આવવા લાગે છે. ઘરમાં ઝઘડા થવા લાગે છે, જેના કારણે પરિવાર તૂટી જાય છે.
તેમણે કહ્યું કે પરિવારની સાથે બેસી ભોજન કરવું જોઈએ, તેનાથી એકતા અને પ્રેમ વધે છે, સંબંધમાં સુધાર થાય છે. એકબીજા પ્રત્યે પ્રેમ, ત્યાગ અને સમર્પણની ભાવના વધે છે, પરંતુ પતિ-પત્ની એક થાળીમાં ભોજન ન કરે.
આ રીતે ભોજન ન કરો
તેમ માનવામાં આવે છે કે આપણે જે ભોજન કરીએ છીએ તે ન માત્ર આપણા શરીરને પોષણ આપે છે પરંતુ આપણા મનને પણ પ્રભાવિત કરે છે અને શરીરને ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે. ઘણા લોકો વિચારે છે કે એંઠુ ભોજન કરવાથી પ્રેમ વધે છે પરંતુ શાસ્ત્ર અને વિજ્ઞાન તેને માનતા નથી. કોઈનું એંઠુ ભોજન ખાવાથી પ્રેમ તો નહીં, પરંતુ આપણે કોઈનું દુર્ભાગ્ય આપણા નામે કરી લઈએ છીએ, સાથે ઘણી બીમારીઓ આપણે ઘેરે છે.
ડિસ્ક્લેમરઃ આ સમાચાર ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોની મદદથી લખવામાં આવ્યા છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે