ન્યૂઝ લીકની આડમાં કંઈક બીજું...અભિષેક નાયરની હકાલપટ્ટીનો પર્દાફાશ, સત્ય જાણીને ચોંકી જશો
Abhishek Nayar : એક તરફ IPLમાં ટીમો જીત માટે હરીફાઈ કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ મૂંઝવણમાં જોવા મળી રહ્યું છે. અભિષેક નાયરની બરતરફીનો મુદ્દો જોર પકડતો જોવા મળી રહ્યો છે. નાયરને 8 મહિના પહેલા સહાયક કોચ તરીકે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ટીમનો ભાગ નથી.
Trending Photos
Abhishek Nayar : ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈની હકાલપટ્ટી હાલ ચર્ચામાં છે. નાયરને 8 મહિના પહેલા જ સપોર્ટ સ્ટાફનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ટીમનો ભાગ નથી. આની પાછળનું કારણ જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. નાયરની હકાલપટ્ટી કરવા પાછળનું કારણ ન્યૂઝ લીકને જવાબદાર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ કહાની કંઈક અલગ જ બહાર આવી રહી છે.
ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાંથી અભિષેક નાયરને બરતરફ કરવાને લઈને અલગ-અલગ સમાચારોમાં ઘણા દાવા કરવામાં આવ્યા છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ટીમ ઈન્ડિયાના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ નાયરની હાજરીથી નાખુશ હતા. તો કેકેઆરમાં નાયર સાથે કામ કરનાર અને પછી તેને ટીમ ઈન્ડિયામાં લાવનાર ગૌતમ ગંભીરે પણ તેને સાથ આપ્યો નહોતો. જો કે, ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
ગંભીરે પણ નાયરને સાથ ના આપ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર, ગંભીરે પણ વિરોધ કર્યો નહોતો, તેને ડોશચેટ (અન્ય સહાયક કોચ) અને મોર્કેલને લાવવા માટે સખત મહેનત કરવી પડી હતી. પરંતુ તેઓએ નાયરને જવા દીધો. ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડીઓ નાયરની હાજરીથી ખુશ નહોતા. સપોર્ટ સ્ટાફમાં કોઈએ નાયરની હાજરી પર સવાલ પણ ઉઠાવ્યા.
સિતાંશુ કોટકની એન્ટ્રીએ રહસ્ય ખોલ્યું
મીડિયા અહેવાલ મુજબ, બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ બેઠક યોજી હતી. તેમાં સેક્રેટરી દેવજીત સૈકિયા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને એક પસંદગીકાર સહિત ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ લોકો સામેલ હતા. મીટિંગમાં જ, સપોર્ટ સ્ટાફના એક સભ્યએ નાયરની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમની હાજરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા.
બીસીસીઆઈએ આ મુદ્દે તાત્કાલિક કોઈ પગલાં લીધાં નહીં પરંતુ સિતાંશુ કોટકને લઈ આવ્યા. નાયરને સાઇડલાઇન કરવાનો આ એક રસ્તો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે