ENG vs IND : ઋષભ પંતે છગ્ગો ફટકારી તોડ્યો MS ધોનીનો મોટો રેકોર્ડ, અંગ્રેજો ક્યારેય નહીં ભૂલી શકે આ સદી!

Rishabh Pant : IPL 2025માં ખરાબ પ્રદર્શન બાદ ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં શાનદાર વાપસી કરી છે. લીડ્સ ટેસ્ટના બીજા દિવસે તેણે તોફાની સદી ફટકારી, જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ધોનીને પાછળ છોડી દીધો છે.

ENG vs IND : ઋષભ પંતે છગ્ગો ફટકારી તોડ્યો MS ધોનીનો મોટો રેકોર્ડ, અંગ્રેજો ક્યારેય નહીં ભૂલી શકે આ સદી!

Rishabh Pant : IPL 2025માં ઋષભ પંતનું બેટ શાંત રહ્યું હતું. તેણે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી પરંતુ તે પહેલા સંઘર્ષ કરી રહ્યો હતો. હવે પંતે ઇંગ્લેન્ડ પહોંચતાની સાથે જ સદી ફટકારી છે. લીડ્સ ટેસ્ટના બીજા દિવસે પંતે 146 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી પૂરી કરી. 44મી ટેસ્ટ રમી રહેલા પંતની આ 7મી સદી છે. પંતે ઓફ સ્પિનર ​​શોએબ બશીર સામે છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી.

ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો તોડ્યો રેકોર્ડ 

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન તેના બેટથી 6 સદી નીકળી. એશિયાની બહાર એક પણ સદી નથી. હવે પંતે ટેસ્ટમાં 7 સદી પૂરી કરી છે. આ સાથે પંત ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડમાં ત્રણ, દક્ષિણ આફ્રિકામાં એક અને ઓસ્ટ્રેલિયામાં એક સદી ફટકારી છે. 

  • ઈંગ્લેન્ડમાં કોઈ પણ વિદેશી વિકેટકીપર એકથી વધુ સદી ફટકારી શક્યો નથી.
  • ઋષભ પંતે ટેસ્ટમાં 8 વખત 90થી 99 વચ્ચે રન બનાવ્યા છે.
  • તે ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે 99ના સ્કોર પર આઉટ થયો હતો.
  • ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઋષભ પંતનું બેટ અપેક્ષા મુજબ બોલ્યું નહોતું.
  • ભારતીય ટીમના નિયમિત ઉપ-કેપ્ટન તરીકે પંતની આ પહેલી મેચ છે.

સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર

ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે વિકેટકીપર તરીકે સૌથી વધુ 17 સદી ફટકારી છે. ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવર 12 સદી સાથે બીજા ક્રમે છે. 1929થી 1939 દરમિયાન ઇંગ્લેન્ડ માટે રમનારા લેસ એમ્સે 8 સદી ફટકારી હતી. એબી ડી વિલિયર્સ, મેટ પ્રાયોર, કુમાર સંગાકારા અને બીજે વોટલિંગના નામે પણ વિકેટકીપર તરીકે 7-7 સદી છે, જે પંતની બરાબર છે. પંતે 201માં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે તે જ પ્રવાસની છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news