BCCIએ અચાનક બદલ્યું ભારતીય ટીમની આ મેચોનું વેન્યુ, જાણો નવું શેડ્યૂલ

Indian Cricket Team Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન, BCCIએ ટીમ ઇન્ડિયાની કેટલીક મેચોનું વેન્યુ બદલ્યું છે અને નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
 

BCCIએ અચાનક બદલ્યું ભારતીય ટીમની આ મેચોનું વેન્યુ, જાણો નવું શેડ્યૂલ

Indian Cricket Team Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. આ દરમિયાન BCCIએ ટીમ ઇન્ડિયાની કેટલીક ઘરેલુ મેચોના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા ઓક્ટોબરમાં ભારત આવશે, આ શ્રેણીમાં રમાનારી 2 મેચનું વેન્યુ BCCI દ્વારા બદલવામાં આવ્યું છે. બોર્ડે સોમવારે તેની સત્તાવાર માહિતી આપી હતી. આ ઉપરાંત કેટલીક મેચોનું પણ વેન્યુ બદલાયું છે.

ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામે હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ, ODI અને T20 શ્રેણી રમશે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ અમદાવાદમાં રમાશે. BCCIએ બીજી ટેસ્ટ માટે વેન્યુ બદલ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે

વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ BCCIએ તેનું સ્થળ બદલ્યું છે. હવે આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટનું સ્થળ બદલાયું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી રમાશે, પહેલા આ મેચ દિલ્હીમાં યોજાવાની હતી. હવે BCCI દ્વારા આ મેચનું સ્થળ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બદલી દેવામાં આવ્યું છે. ભારતના પ્રવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમ 2 ટેસ્ટ પછી 3 મેચની ODI અને 5 મેચની T20 શ્રેણી રમશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચોનું સ્થળ પણ બદલાયું 

BCCIએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઉટફિલ્ડ અને પીચના નવીનીકરણને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચેની ODI શ્રેણી ચેન્નાઈથી ખસેડવામાં આવી છે. હવે શ્રેણીની પ્રથમ બે ODI ન્યૂ ચંદીગઢના ન્યૂ PCA સ્ટેડિયમમાં યોજાશે, જ્યારે છેલ્લી ODI નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

દક્ષિણ આફ્રિકાની પુરુષ A ટીમ 30 ઓક્ટોબરથી ભારત A ટીમ સાથે 2 મલ્ટી-ડે અને 3 ODI મેચ રમશે. બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે 2 મલ્ટી-ડે મેચ રમાશે. પરંતુ 3 વનડે મેચનું સ્થળ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ ખસેડવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news