IND vs NZ Final : ન્યુઝીલેન્ડ સામે કેવી છે ભારતની પ્લેઈંગ-11...કોને મળ્યું સ્થાન, કોનું કપાયું પત્તુ ?

India Vs New Zealand Champions Trophy 2025 Final : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ આજે દુબઈમાં રમાઈ રહી છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભારત પહેલા બોલિંગ કરશે. ત્યારે બંને ટીમોની પ્લેઈંગ - 11 કેવી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

IND vs NZ Final : ન્યુઝીલેન્ડ સામે કેવી છે ભારતની પ્લેઈંગ-11...કોને મળ્યું સ્થાન, કોનું કપાયું પત્તુ ?

India Vs New Zealand Champions Trophy 2025 Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીત્યો છે. તેણે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. તો ભારતે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારતીય ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. જ્યારે 2013માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને બીજી વખત આ ટ્રોફી જીતી હતી, જ્યારે 2017માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયાની નજર ત્રીજી વખત આ ટ્રોફી ઉપાડવા પર છે.

ભારતીય ટીમ

ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટમાં બંનેએ અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. ગિલે અત્યાર સુધી ચાર મેચમાં 157 રન બનાવ્યા છે. તો 3 નંબર પર વિરાટ કોહલીનું બેટ પણ બોલી રહ્યું છે. કિંગ કોહલીએ અત્યાર સુધી 4 મેચમાં 217 રન બનાવ્યા છે. તેણે પાકિસ્તાન સામે સદી અને પછી ઓસ્ટ્રેલિયા સામે 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી છે.

આ સિવાય મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે અત્યાર સુધી ટીમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢી છે. અય્યર સતત અડધી સદી ફટકારી રહ્યો છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં 195 રન બનાવ્યા છે જ્યારે કેએલ રાહુલે પણ ટીમ માટે ઘણી ઉપયોગી ઇનિંગ્સ રમી છે. રાહુલે ઘણા પ્રસંગોએ મેચ ફિનિશરની ભૂમિકા ભજવી છે.

પાંચમા નંબર પર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ટીમને અત્યાર સુધી સ્થિરતા આપી છે. અક્ષર ઝડપથી રન બનાવે છે અને રનની ગતિ જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ન્યૂઝીલેન્ડ સામેની ટાઈટલ મેચમાં ઓલરાઉન્ડરોની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. આવી સ્થિતિમાં અક્ષર સિવાય, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયાની નૌકાને વહાવી શકે છે. આ એવા ખેલાડીઓ છે જે ટીમને દરેક મોરચે જરૂરિયાત મુજબ યોગદાન આપી શકે છે. 

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં, ન્યુઝીલેન્ડે એક ફેરફાર કર્યો 

ભારતીય ટીમે ફાઈનલ મેચમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે સેમિફાઈનલમાં જે ટીમ હતી એ જ ટીમ સાથે મેદાને ઉતરશે, જ્યારે  ન્યુઝીલેન્ડે તેની ટીમમાં એક ફેરફાર કર્યો છે, મેટ હેનરીને બહાર થયો છે અને નાથન સ્મિથની ટીમમાં એન્ટ્રી થઈ છે. 

બંને ટીમોની પ્લેઈંગ - 11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, વિલિયમ ઓ'રર્કે, નાથન સ્મિથ.
 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news