માન્ચેસ્ટરમાં શુભમન ગિલ બન્યો ગેરવર્તણૂકનો શિકાર, ઇંગ્લિશ ફેન્સે કરી શર્મનાક હરકત, જુઓ Video
IND vs ENG 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક ખૂબ જ આઘાતજનક ક્ષણ જોવા મળી, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ બેન સ્ટોક્સના બોલ પર આઉટ થયો. આ ઘટના પછી ઇંગ્લેન્ડના લોકોએ ગિલને જોરદાર બૂમાબૂમ કરી, જેના કારણે વાતાવરણ વધુ તંગ બની ગયું.
Trending Photos
IND vs ENG 4th Test : ભારતીય કેપ્ટન શુભમન ગિલને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પહેલા દિવસે આઉટ થયા બાદ ઈંગ્લેન્ડના દર્શકોના હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલ 23 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલને ઈંગ્લેન્ડના કેપ્ટને LBW આઉટ કર્યો હતો. શુભમન ગિલ ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. છેલ્લી ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ ફક્ત 16, 6 અને 12 રન બનાવી શક્યો છે.
શુબમન ગિલ માન્ચેસ્ટરમાં ગેરવર્તણૂકનો શિકાર બન્યો
માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે આઉટ થયા બાદ જ્યારે શુભમન ગિલ પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે ઈંગ્લેન્ડના દર્શકોએ હૂટિંગ કર્યું હતું. બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે 269 રન અને 161 રન બનાવ્યા હતા. શુભમન ગિલને આ શાનદાર પ્રદર્શન માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલ ફક્ત 16 રન અને 6 રનની ઇનિંગ રમી શક્યો હતો. માન્ચેસ્ટરમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલ 12 રન બનાવીને આઉટ થયો હતો.
Shubman Gill followed his own ‘no time-wasting’ policy too literally 😬#ENGvIND pic.twitter.com/buPBV5YLGY
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 23, 2025
ભારતીય ટીમે 264 રન બનાવ્યા
ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટના પહેલા દિવસના અંતે ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર બંને 19-19 રન સાથે ક્રીઝ પર છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ બંનેએ પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી હતી. પરંતુ, બંને મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. રાહુલ 46 અને જયસ્વાલ 58 રન બનાવીને આઉટ થયા.
Captain 🆚 captain
And Ben Stokes comes out on top! 🔥
🇮🇳 1️⃣4️⃣0️⃣-3️⃣ pic.twitter.com/kjpBIGpp5K
— England Cricket (@englandcricket) July 23, 2025
61 રન બનાવીને સાઈ સુદર્શન આઉટ થયો
કરુણ નાયરની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ સાઈ સુદર્શનને પણ રમવાની તક મળી. પરંતુ, તે 61 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટેસ્ટ મેચ પહેલા પંતની ઈજા અંગે પ્રશ્ન હતો. પંતનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે બેટિંગ કરવા આવ્યો હતો અને સારો રમી રહ્યો હતો. પરંતુ, 48 બોલમાં 37 રન બનાવીને રમી રહેલા પંતને જમણા પગમાં ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે