વલસાડ પોલીસને 38 વર્ષે મોટી સફળતા! 1988માં આરોપીએ સાથી કર્મચારીઓ સાથે કર્યો હતો કાંડ

Valsad News: 1988માં પોતાના જ સાથી કર્મચારીઓનો પગાર લઈ ભાગી છુટેલો આરોપીને વલસાડ જિલ્લા પોલીસે 38 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે કોણ છે આ આરોપી અને કઈ રીતે સાથી કર્મચારીઓના પૈસાની કરી હતી ચોરી?

વલસાડ પોલીસને 38 વર્ષે મોટી સફળતા! 1988માં આરોપીએ સાથી કર્મચારીઓ સાથે કર્યો હતો કાંડ

ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લા પોલીસ દ્રારા છેલ્લા ઘણા સમય થી નાસ્તા ભાગતા આરોપીને પકડવા માટે ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં 38 વર્ષ પહેલાં એટલે કે 1988માં એક ઇલેક્ટ્રોનિક પાવર કંટ્રોલે સિસ્ટમ ફેક્ટરીમાં જ કામ કરતા કર્મચારી દ્રારા કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓના પગારના પૈસાની ચોરી કરવામાં આવી હતી. 

કર્મચારીઓનો પગાર ચોરી કરી આરોપી ભાગી છૂટ્યો હતો. જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ દ્રારા 38 વર્ષથી ભાગતા આ આરોપીને પકડવા માટે ટેક્નિકલ એનાલિસિસ તથા બાતમીદારોનો મદદ લઇ આ ચોરી કરનાર આરોપીની શોધ ખોળ કરતા વલસાડ જિલ્લા પોલીસને આ આરોપી અરવલ્લી અને રાજેસ્થાન બોર્ડ નજીક હોવાની માહિતી મળતા વલસાડ જિલ્લા પોલીસે તાત્કાલિક અરવલ્લી રાજેસ્થાન બોર્ડર વિસ્તારમાં પહોંચી તપાસ હાથ ધરતા આરોપી મળી આવતા પકડી પાડવામાં આવ્યો છે.

વલસાડ પોલીસ પકડમાં ઉભેલો આ આરોપીનું નામ પ્રવિણ ઉદાભાઈ અસારી છે. આ પ્રવીણ અસારીએ 1988 માં દિલીપ દેસાઈ ની ઇલેક્ટ્રોનિક પાવર કંટ્રોલે સીસ્ટમની ફેકટરીમાં કર્મચારી તરીખે કામ કરતો હતો જે દરમિયાન 08-05-1988 ના રોજ કંપનીના માલિક દિલીપ ભાઈ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ચુકવવા માટે રોડક રકમ લાવ્યા હતા જે રોકડ રકમ તેમના દ્રારા કંપનીમાં એક ટેબલ ઉપર મુકવામાં આવી હતી. 

જે રોડકડ રકમ પ્રવીણ અસારી દ્રારા ચોરી કરી ભાગી છૂટ્યો હતો જે બાદ વલસાડ પોલીસ સ્ટેશન ખાતે આરોપીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો જે બાદ 38 વર્ષ વીતી ગયા બાદ વલસાડ જિલ્લા પોલીસ દ્રારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ઓપરેશન હન્ટ ચલાવી આ નાસ્તા ભાગતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. 

38 વર્ષ બાદ પણ ગુનેગારનો ગુનોહ ન છુપાયો અને વલસાડ જિલ્લા પોલીસ દ્રારા આરોપીને પડકી પાડવામાં આવ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગુનેગારને સજા અપાવવામાં સફળતા મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news