"પ્યાર છુપતા નહીં હૈ..." IPL મેચમાં જોવા મળી હાર્દિક પંડ્યાની 'લેડી લવ' જાસ્મીન વાલિયા
Hardik Pandya Girlfriend : IPL 2025ની 9મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઇટન્સ સામે 36 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે વાપસી કરી હતી. જો કે ટીમ જીતી ન હતી, પરંતુ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ચોક્કસપણે ચર્ચામાં છે.
Trending Photos
Hardik Pandya Girlfriend : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં હાર્દિક પંડ્યાનું કમબેક કંઈ ખાસ નહોતું. હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઇટન્સ સામે 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રતિબંધના કારણે હાર્દિક ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી હતી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ગુજરાત સામે શરમજનક સ્થિતિમાં મુકાયું હતું.
હાર્દિક પંડ્યા સતત બીજી મેચમાં હારથી નિરાશ થયો હતો. હાર્દિકે મેચમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ બેટિંગમાં તે ફ્લોપ રહ્યો હતો. ટીમની આ હાર સિવાય હવે હાર્દિક પંડ્યા એક અન્ય બાબતને લઈને ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળી હતી. જાસ્મીન સૂર્યકુમાર યાદવની પત્નીની બાજુમાં બેઠી હતી.
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 29, 2025
હાર્દિક અને જાસ્મિન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે
તમને જણાવી દઈએ કે આ પહેલા જાસ્મિન વાલિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળી હતી. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચ દુબઈમાં રમી હતી. આ દરમિયાન જસ્મીન વાલિયા ટીમ ઈન્ડિયાની મેચ જોવા સ્ટેડિયમમાં આવી હતી. આવી સ્થિતિમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં તેનો દેખાવું એ સંકેત છે કે હાર્દિક અને જાસ્મિન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે બંને તરફથી આ સંબંધને સત્તાવાર જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ડેટિંગના સમાચારોનું બજાર ચોક્કસપણે ગરમ છે. હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા હતા.
જાસ્મીન વાલિયા ભારતીય મૂળની બ્રિટિશ ગાયિકા છે. ઘણા સોલો આલ્બમ્સ સાથે, જાસ્મીને બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. તેનું ગીત 'બમ ડીગી બમ બમ' બોલિવૂડમાં ખૂબ જ લોકપ્રિય હતું. સિંગિંગ સિવાય જાસ્મીન સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. જાસ્મીન વાલિયાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 10 લાખ ફોલોઅર્સ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે