IND vs ENG : રિષભ પંતની ઈજાને લઈને મોટા સમાચાર...ટીમ ઈન્ડિયા 9 બેટ્સમેન સાથે રમશે ?
Rishabh Pant Injury : ટીમ ઈન્ડિયા પહેલાથી જ ઈંગ્લેન્ડ સામે ઈજાઓથી ઝઝૂમી રહી હતી, ચોથી ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંતને પીડાદાયક ઈજા થઈ હતી, જેના કારણે તેને સ્ટ્રેચર કારમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. હવે મેચ પછી તેની ઈજા અંગે નવું અપડેટ આવ્યું છે.
Trending Photos
Rishabh Pant Injury : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે રમતના પહેલા જ દિવસે બેટિંગ કરતી વખતે રિષભ પંતને પગમાં ઈજા થઈ હતી. જે બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું. ઈજાને કારણે તેના પગમાં સોજો અને લોહી પણ જોવા મળ્યું હતું. ત્યારબાદ દરેકના મનમાં પ્રશ્ન એ હતો કે પંત ફરીથી બેટિંગ કરવા માટે ઉતરશે કે નહીં. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં સાઈ સુદર્શને પંતની ઈજા અંગે નવીનતમ અપડેટ આપ્યું છે.
કેવી રીતે ઈજાગ્રસ્ત થયો પંત ?
68મી ઓવર દરમિયાન ઋષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પંત 37 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. તેણે ક્રિસ વોક્સની ઓવરના ચોથા બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ શોટ ચૂકી ગયો અને બોલ બેટને સ્પર્શીને તેના શુઝને વાગ્યો. ઇંગ્લેન્ડે અપીલ કરી અને રિવ્યુ પણ લીધો, ત્યારબાદ જાણવા મળ્યું કે તે આઉટ નથી. પંતને મેદાન પર સારવાર આપવામાં આવી પરંતુ તે ઉભા થઈ શકતો નહોતો.
સાઈ સુદર્શને અપડેટ આપ્યું
સાઈ સુદર્શને મેચ પછી પંત વિશે અપડેટ આપ્યું. તેણે કહ્યું, રિષભ પંત ખૂબ પીડામાં હતો. તે સારી બેટિંગ કરી રહ્યો હતો. તે સ્કેન માટે ગયો છે, તેની ઈજા વિશે વધુ માહિતી બીજા દિવસે સવારે જાણવા મળશે. તે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. જો તે સ્વસ્થ નહીં થાય, તો આપણે બેટ્સમેન વિના રમવું પડશે. જેના કારણે ઓલરાઉન્ડરોએ વધુ સારી બેટિંગ કરવી પડશે.'
ભારતે 264 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે મુશ્કેલીમાં જોવા મળી હતી. જોકે, સાઈ સુદર્શને 61 રનની શાનદાર ઇનિંગ રમી. જયસ્વાલે પણ 58 રન બનાવ્યા. કમનસીબે, કેએલ રાહુલે 46 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી. રિષભ પંત રિટાયર્ડ હર્ટ થયો, ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે બાજી સંભાળી લીધી. આ ઇનિંગ્સને કારણે ટીમ ઈન્ડિયાએ સ્ટમ્પ સુધી 264 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે