BCCIએ IPL 2025 વચ્ચે લીધો મોટો નિર્ણય, આ મોટી મેચની તારીખ અને સમય બદલાયો, જાણો શું છે કારણ
IPL 2025 Schedule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2025 વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. સિઝનની એક મેચના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ કોલકાતામાં રમાવાની હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, IPLના શેડ્યુલમાં કેમ ફેરફાર કરવામાં આવ્યો છે.
Trending Photos
IPL 2025 Schedule : IPL 2025નો ઉત્સાહ ચાહકોમાં છવાયેલો છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટી જાહેરાત કરી છે અને સિઝનની 19મી મેચની તારીખ અને સમય બદલી નાખ્યો છે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં 6 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી, પરંતુ હવે તેની તારીખ બદલાઈ ગઈ છે. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. ત્યારે એ જાણીએ લઈએ કે આ મેચ ક્યારે અને કયાં રમાશે.
KKR vs LSG મેચની તારીખ અને સમય બદલાયો
BCCIએ રામનવમીના કારણે 6 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આઈપીએલ મેચને 8 એપ્રિલે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ફક્ત કોલકાતામાં જ યોજાશે, જ્યારે અગાઉ એવી અટકળો હતી કે આ મેચ ગુવાહાટીમાં યોજાઈ શકે છે. BCCIએ પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગે અપડેટ આપ્યું છે.
BCCIએ સત્તાવાર અપડેટ આપી
BCCIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ને આ મેચનું શેડ્યૂલ બદલવાની વિનંતી કરી હતી, કારણ કે તહેવારને કારણે સમગ્ર શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત રહેશે. તેથી મેચની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ શકશે નહીં. તેથી અધિકારીઓએ આ મેચ 8 એપ્રિલે 3.30 વાગ્યે યોજવાની વિનંતી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. હવે 8મી એપ્રિલે બે મેચ રમાશે. KKR અને LSG વચ્ચેની મેચ બપોરે રમાશે, જ્યારે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ન્યૂ ચંદીગઢમાં સાંજે રમાશે.
બંને ટીમોએ એક-એક મેચ જીતી છે
જો આપણે KKR અને લખનૌની અત્યાર સુધીની સફરની વાત કરીએ તો બંનેએ બે-બે મેચ રમી છે, પરંતુ માત્ર એક જ જીતી છે. બંને ટીમોના અભિયાનની શરૂઆત હાર સાથે થઈ હતી, પરંતુ પુનરાગમન કર્યા પછી, રિષભ પંતની આગેવાની હેઠળ લખનૌએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું, જ્યારે કોલકાતાએ રાજસ્થાન રોયલ્સ સામે જીત નોંધાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે