RCB માટે આવ્યા સારા સમાચાર, અચાનક ટીમમાં જોડાયો આ ખતરનાક ખેલાડી

RCB : IPL 2025 પ્લેઓફ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં અચાનક તેનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી પરત ફર્યો છે.

RCB માટે આવ્યા સારા સમાચાર, અચાનક ટીમમાં જોડાયો આ ખતરનાક ખેલાડી

RCB : IPL 2025 હવે તેના અંત તરફ આગળ વધી રહી છે. ત્યારે પ્લેઓફ પહેલા RCBની ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RCBની ટીમમાં તેનો ખતરનાક ખેલાડી પરત ફર્યો છે. આ ક્રિકેટર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પહેલીવાર IPL ટ્રોફી જીતવામાં મદદ કરી શકે છે. આ ખેલાડીના અચાનક જોડાયા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની તાકાત બમણી થઈ ગઈ છે. 

RCB માટે સારા સમાચાર

મેચ વિનર ખેલાડી જોશ હેઝલવુડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કેમ્પમાં જોડાયો છે. જોશ હેઝલવુડ RCBની છેલ્લી લીગ મેચ પહેલા IPL 2025માં તેની ટીમમાં જોડાયો છે. IPL 2025માં RCB માટે સૌથી વધુ વિકેટ લેનાર હેઝલવુડ છે, જેણે 10 મેચમાં 18 વિકેટ લીધી હતી, તે 27 એપ્રિલથી મેદાનની બહાર હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL થોડા દિવસો માટે રોકી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન તે ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો હતો.

જોશ હેઝલવુડ RCBમાં જોડાયો

જોશ હેઝલવુડે દક્ષિણ આફ્રિકા સામેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ માટે બ્રિસ્બેનમાં એક પ્રેક્ટિસ સેશનમાં પણ હાજરી આપી હતી. આ પછી તે હવે RCB ટીમમાં પાછો ફર્યો છે. આરસીબી પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે પરંતુ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાઇ-સ્કોરિંગ મેચમાં હાર બાદ ટોપ-2માં સ્થાન મેળવવાની તેની આશા પર પાણી ફરી વળ્યું છે. હેઝલવુડની વાપસી યોગ્ય સમયે થઈ છે.

RCBની તાકાત બમણી થઈ 

જોશ હેઝલવુડ IPL 2025માં ચોથા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. જોશ હેઝલવુડની 18 વિકેટો 17.27ની સરેરાશ અને 8.44ના ઇકોનોમી રેટથી આવી છે, જે ઇનિંગ્સના તમામ તબક્કામાં તેનું મહત્વ દર્શાવે છે. તેના પછી RCB માટે ડાબોડી સ્પિનર ​​કૃણાલ પંડ્યા છે, જેણે 15 વિકેટ લીધી છે અને ઝડપી બોલર યશ દયાલ છે, જેણે 10 વિકેટ લીધી છે. આ સિઝનમાં RCBએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આરસીબી માટે ઓપનર વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. તો બોલિંગ મોરચે હેઝલવુડના સમાવેશથી ટીમનું સંતુલન સુધર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news