IPLમાં પહેલીવાર આવું બન્યું...મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ બની ગયો મહારેકોર્ડ, શ્રેયસ ઐય્યરે રચ્યો ઈતિહાસ

Punjab Kings vs Mumbai Indians IPL 2025 Qualifier 2​: આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે ધમાકેદાર જીત મેળવી. મુંબઈનું ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું. જીતનો હીરો શ્રેયસ ઐય્યર રહ્યો. 

IPLમાં પહેલીવાર આવું બન્યું...મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ બની ગયો મહારેકોર્ડ, શ્રેયસ ઐય્યરે રચ્યો ઈતિહાસ

આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે ધમાકેદાર જીત મેળવી. તેણે પાંચવારના  ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા મેળવી. હવે પહેલીવાર ટ્રોફી જીતવા માટે આ મેદાન પર 3 જૂનના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)ને હરાવવી પડશે. પંજાબ માટે કેપ્ટન શ્રેયસ ઐય્યરે યાદગાર ઈનિંગ રમી, તેણે 41 બોલમાં અણનમ 87 રન કર્યા અને ટીમને જીત અપાવી. 

આઈપીએલમાં પહેલીવાર
પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ બાદ તરફ વરસાદ પડ્યો અને મેચ 2.15 કલાક મોડી શરૂ થઈ. મુંબઈએ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના 44-44 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 203 રન કર્યા. જવાબમાં પંજાબે 19 ઓવરમાં 5 વિકેટના નુક્સાને 207 રન કરીને મેચ જીતી લીધી. આ સાથે પંજાબે આઈપીએલમાં ઈતિહાસ પણ રચી નાખ્યો. ટુર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે મુંબઈ વિરુદ્ધ કોઈ ટીમે 200 રન કે તેનાથી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. આ અગાઉ મુંબઈની ટીમ 18 વખત 200+નો સ્કોર કરીને જીતી હતી. પહેલીવાર 200 રન કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો. 

શ્રેયસ ઐય્યરે રચ્યો ઈતિહાસ
શ્રેયસે પોતાની કેપ્ટનશીપમાં પંજાબને ફાઈનલમાં પહોંચાડીને ઈતિહાસ રચી નાખ્યો. તે ત્રણ અલગ અલગ ટીમોને આઈપીએલની ફાઈનલમાં પહોંચાડનારો  પહેલો કેપ્ટન બન્યો. આ અગાઉ તેણે 2020માં દિલ્હી  કેપિટલ્સને ખિતાબી મુકાબલા સુધી પહોંચાડી હતી. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે તેમને હરાવીને ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2024માં તેણે કોલકાતા નાઈડરાઈડર્સને ફાઈનલ સુધી પહોંચાડી હતી અને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ખિતાબ જીત્યો હતો. 

અમદાવાદમાં મુંબઈની છઠ્ઠી હાર
અમદાવાદનું આ સ્ટેડિયમ મુંબઈ ઈન્ડિયન્સ માટે હજુ સુધી લકી સાબિત થયું નથી. ટીમ અહીં સતત છ મેચ હારી છે. 

આ પણ રેકોર્ડ બન્યા
- પંજાબ કિંગ્સે 204 રનના ટાર્ગેટને હાંસલ કરીને સ્પેશિયલ રેકોર્ડ બનાવ્યા છે. તેણે આઈપીએલ પ્લેઓફ કે નોકઆઉટમાં સૌથી મોટો સ્કોર ચેઝ  કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

- પંજાબે આઠમી વખત આઈપીએલમાં 200+ નો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આવું કરનારી તે પહેલી ટીમ છે. 

- આ આઈપીએલ સીઝનમાં નવમી વખત 200+ નો ટાર્ગેટ કોઈ ટીમે ચેઝ કર્યો છે. કોઈ પણ આઈપીએલ સીઝનમાં પહેલીવાર આવું બન્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news