ભાજપમાં ફરી રૂપાલાવાળી થઈ! જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ બતાવતા માણસાના રાજવી ગુસ્સે થયા

Rajputs History Controversy : હવે ક્ષત્રિયો મુદ્દે ભાજપના નેતા જયરાજસિંહની જીભ લપસી. ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણ્યા. ચાલું પ્રવચને ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે જયરાજસિંહને બોલતા અટકાવ્યા

ભાજપમાં ફરી રૂપાલાવાળી થઈ! જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ બતાવતા માણસાના રાજવી ગુસ્સે થયા

Gandhinagar News : ગુજરાતમાં વધુ એક ભાજપી નેતાને ક્ષત્રિયો મુદ્દે જીભ લપસી છે. ભાજપના નેતા જયરાજસિંહ પરમારના નિવેદન પર વિવાદ સર્જાયો છે. માણસાની કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા માણસાના રાજવીએ વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના નેતા ખોટો ઈતિહાસ કહેતા હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. 

માણસા રાજવીએ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહને માણસામાં આયોજિત એક કાર્યક્રમમાં રોકડું પરખાવ્યું હતું. જયરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઈતિહાસ બોલી ભ્રમિત કરી રહ્યા હોવાનો દાવો રાજવીએ કર્યો. 

માણસા કોલેજમાં વિદ્યાર્થીઓનો ઇતિહાસ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં જયરાજસિંહ પરમાર ક્ષત્રિયોના ઇતિહાસ વિશે વાત કરતા અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો. અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ થતા જ માણસા દરબાર યુવરાજસિંહે વાંધો ઉઠાવ્યો. સ્ટેજ પર જ જયરાજસિંહને ખોટો ઇતિહાસ પીરસી રહ્યા હોવાનું પરખાવ્યું હતું. 

ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, ભારતમાં પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી તે મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી પરંતુ અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો. આ દરમિયાન માણસાના ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે જયરાજસિંહને અટકાવ્યા હતા અને કહ્યું હતું કે, તમે અહીં બોલી રહ્યા છો, પરંતુ ઇતિહાસની સાચી માહિતીનું તમને જ્ઞાન નથી. ત હકીકતો ચકાસ્યા વિના બોલી રહ્ય છો તે યોગ્ય નથી. 

આમ, ચાલુ કાર્યક્રમમાં જ બોલાચાલી થતા કાર્યક્રમ અધવચ્ચે અટકાવી દેવાયો હતો. જોકે, ક્ષત્રિયો મુદ્દે પુરષોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારની જીભ લપસતા ચર્ચા શરૂ થઈ છે. 

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો મુદ્દે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતમાં રાજપૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામા રૂપાલા અને ભાજપનો વિરોધ કરાયો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news