પેટાચૂંટણીનું પિક્ચર ક્લિયર, ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને મળી ટિકિટ

Kadi And Visavdar Byelection : ભાજપે કડી અને વીસાવદર બેઠક પર જાહેર કર્યા ઉમેદવાર... કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા અને વીસાવદરમાં કિરીટ પટેલને ઉતાર્યા મેદાને... તો કડી બેઠક માટે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉતાર્યા મેદાને
 

પેટાચૂંટણીનું પિક્ચર ક્લિયર, ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને મળી ટિકિટ

Gujarat Politics : કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યાં છે. કડી પેટાચૂંટણી માટે રાજેન્દ્ર ચાવડાને ભાજપની ટિકિટ આપી. તો વિસાવદર પેટાચૂંટણી માટે કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર બન્યા. તો કડી બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. 

કડીમાં કઈ પાર્ટીના કયા ઉમેદવાર 

  • ભાજપ - રાજેન્દ્ર ચાવડા
  • કોંગ્રેસ - રમેશ ચાવડા 
  • આપ - જગદીશ ચાવડા 
  • પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી - ગિરિશ કાપડિયા

કડીમાં રાજેન્દ્ર ચાવડા વર્સિસ રમેશ ચાવડા 
કડી વિધાનસભામાં ભાજપે ઉમેદવાર જાહેર કરાયા છે. કડી વિધાનસભાની સીટ પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે. રાજેન્દ્ર ચાવડા જોટાણાના વતની છે. કડીમાં રાજેન્દ્ર ચાવડા Vs રમેશ ચાવડા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કડી વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. 

વિસાવદરમાં હજી કોંગ્રેસનું કંઈ ક્લિયર નથી 
વિસાવદર પેટાચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કિરીટ પટેલે કહ્યું કે, વધુને વધુ લીડથી જીત મળે તેવા પ્રયાસ કરીશું. અમારો ચૂંટણી માટેનો રોડ મેપ પણ જાહેર કરીશું.

મહત્વનું છે કે, વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે કિરીટ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. જો કે, હજુ સુધી કૉંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત પણ નથી કરી. ત્યારે ચૂંટણી મેદાને ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. 

રમેશ ચાવડાની પ્રોફાઈલ

  • નામ: રમેશભાઈ મગનભાઈ ચાવડા
  • ઉંમર: ૧૯૫૬માં જન્મ (૨૦૨૫ સુધીમાં અંદાજે ૬૯ વર્ષ)
  • પક્ષ: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)
  • મતક્ષેત્ર: કડી વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જાતિ માટે અનામત)
  • સમય: ૨૦૧૨-૨૦૧૭
  • વ્યવસાય: રાજકારણી
  • શિક્ષણ: સ્નાતક HNGU

રમેશ ચાવડાના નામ પર બધા સહમત થયા 
કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે રમેશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. રમેશ ચાવડા ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી કડીથી જ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ ચાવડાએ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી કડી મતવિસ્તારમાંથી જીતી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના હિતુ કનોડિયાને ૧,૨૧૭ મતોના મતોથી હરાવ્યા હતા. રમેશ ચાવડા આજે ફોર્મ ભરશે. સેન્સ પ્રક્રિયામાં મોટાભાગના નેતાઓ અને કાર્યકરોએ રમેશ ચાવડાના નામનું સૂચન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news