નવી ખરીદેલી કાર નહીં ચલાવી શકે આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ફટકારી નોટિસ, જાણો શું છે કારણ

Akash Deep New Car : ભારતીય ટીમના ઉભરતા સ્ટાર ખેલાડી આકાશ દીપે 7 ઓગસ્ટના રોજ કાળા રંગની ટોયોટા ફોર્ચ્યુનર ખરીદી હતી. પરંતુ તે હાલ પોતાની નવી કાર ચલાવી શકશે નહીં. આ અંગે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આકાશ દીપને નોટિસ ફટકારી છે.
 

નવી ખરીદેલી કાર નહીં ચલાવી શકે આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ફટકારી નોટિસ, જાણો શું છે કારણ

Akash Deep New Car : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી આકાશદીપ સિંહને ફોર્ચ્યુનર કાર વેચનાર ડીલર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. કાર વેચનાર ડીલર કાનૂની ગૂંચવણોમાં ફસાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીલરે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના અને હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ અને થર્ડ રજીસ્ટ્રેશન માર્ક લગાવ્યા વિના આકાશદીપને નવી ટોયોટા ફોર્ચ્યુનર પહોંચાડી હતી.

કારણ બતાવો નોટિસ ફટકારી

હવે આકાશદીપને લખનૌમાં 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત, લખનૌમાં ટ્રાન્સપોર્ટ વિભાગે ક્રિકેટર આકાશદીપ સિંહ અને ચિન્હટ સ્થિત કાર ડીલરશીપ મેસર્સ સની મોટર્સ સામે કડક કાર્યવાહી કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના નિયમ 44 હેઠળ ડીલરશીપને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

શું છે સમગ્ર ઘટના ?

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે વાહનનું વેચાણ ચલણ 7 ઓગસ્ટ, 2025ના રોજ જારી કરવામાં આવ્યું હતું અને વીમો 8 ઓગસ્ટ, 2025ના રોજ પૂર્ણ થયો હતો, પરંતુ રોડ ટેક્સ ચૂકવવામાં આવ્યો નહોતો. નોંધણી પ્રક્રિયા અધૂરી હતી. તેમ છતાં વાહન જાહેર ઉપયોગમાં અપાયું હતું. અહેવાલો અનુસાર, આકાશદીપને મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 39, 41(6) અને 207 હેઠળ 'વાહન ઉપયોગ પ્રતિબંધ નોટિસ' જારી કરવામાં આવી છે.

વાહન ના ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી છે

એટલું જ નહીં, પરિવહન વિભાગે આકાશદીપને નોંધણી, HSRP અને માન્ય વીમો પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન ના ચલાવવાની સૂચના આપી છે. ઉલ્લંઘનના કિસ્સામાં, વાહન જપ્ત કરવામાં આવશે અને કેસ નોંધવામાં આવશે. જે ડીલર પાસેથી વાહન ખરીદ્યું હતું તેનું ટ્રેડ સર્ટિફિકેટ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ડીલરને 14 દિવસની અંદર ખુલાસો આપવાનું કહેવામાં આવ્યું છે. જો સંતોષકારક જવાબ ન મળે તો તેનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news