IND vs ENG સિરીઝમાં બીજા કરુણ નાયરની એન્ટ્રી...8 વર્ષ પછી આવ્યો કોલ, ચોથી ટેસ્ટમાં ગોલ્ડન તક
India vs England 4th Test : ભારત-ઇંગ્લેન્ડ સિરીઝમાં ભારતીય ટીમના કરુણ નાયર એક મોટો મુદ્દો સાબિત થયો. તેણે 8 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી. પરંતુ ખરાબ ફોર્મને કારણે નાયર રડાર પર આવી ગયા છે. હવે અચાનક આ સિરીઝમાં બીજા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ કરુણ નાયર જેવી જ છે.
Trending Photos
India vs England 4th Test : ભારત-ઈંગ્લેન્ડ સિરીઝમાં કરુણ નાયરને 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં મોકો મળ્યો હતો, પરંતુ ખરાબ ફોર્મને કારણે નાયર ટીમ માટે વિલન સાબિત થયો છે. હવે અચાનક આ સિરીઝમાં વધુ એક ખેલાડીની એન્ટ્રી થઈ છે, જેની કરુણ નાયરની જેમ 8 વર્ષ પછી ટીમમાં વાપસી થઈ છે. તેણે પણ નાયરની જેમ વાપસી માટે 8 વર્ષ સંઘર્ષ કર્યો છે, પરંતુ હવે તેની આતુરતાનો અંત આવ્યો છે.
ભારત મેચ હારી ગયું
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં કાંટાની ટક્કર જોવા મળી. મેચમાં ઇંગ્લેન્ડે હારેલી બાજી જીતી અને 22 રનથી મેચ જીતી અને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી. પરંતુ જીત છતાં ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો. ઇંગ્લેન્ડના સ્ટાર સ્પિનર શોએબ બશીરને ઈજા થઈ. ઈજાને કારણે તે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. હવે તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.
બશીરની જગ્યાએ આ ખેલાડીનો સમાવેશ
અમે ઇંગ્લેન્ડના સ્પિન બોલર લિયામ ડોસન વિશે વાત કરી રહ્યા છીએ. તે 8 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. ઈજાને કારણે શોએબ બશીર આગામી બે મેચમાં બહાર રહેશે, તેથી ડોસન પાસે પોતાને સાબિત કરવાની સુવર્ણ તક હશે. ડોસન છેલ્લે 2017માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. તેણે અત્યાર સુધી ફક્ત 3 ટેસ્ટ રમી છે જેમાં તેણે 7 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટે બશીરના સ્થાને ખેલાડી તરીકે પસંદગી અંગે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે લિયામ તેના લાયક હતો, ડોસન કાઉન્ટીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ મેચ માન્ચેસ્ટરમાં યોજાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. ડોસન માત્ર એક બોલર જ નથી પણ એક બેટ્સમેન પણ છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 હજાર રન બનાવ્યા છે, જેમાં 18 સદી પણ તેના નામે નોંધાયેલી છે. આ મેચ ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ હશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે માન્ચેસ્ટરમાં કઈ ટીમ જીતે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે