માવતર માટે લાલબત્તી સમાન કિસ્સો! કાર લોક થઈ જતાં સગા ભાઈ-બહેનના શ્વાસ રૂંધાઈ જતાં મોત
Bhavnagar News: ભાવનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તળાજાના પાવઠી ગામે કારમાં ગૂંગળાઈ જતાં બે બાળકોનાં મોત નિપજ્યાં છે. કાર લોક થઈ જતાં સગા ભાઈ-બહેનના શ્વાસ રૂંધાઈ ગયા હતા. જેમને તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બંને ને તબીબે મૃત જાહેર કર્યા હતા.
Trending Photos
ભાવનગરના તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઈ-બહેન મોટરકારમા ગુંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા છે. જી હા...બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર જનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં મકાન માલિકની મોટર કારમાં બેભાન થયેલા બાળકો મળી આવ્યા હતા.
જેમને તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બંને ને તબીબે મૃત જાહેર કર્યા હતા. બંને બાળકો મોટરકારમાં રમવા દાખલ થયા હશે અને તેમના લોક થઈ ગયેલ કારનો દરવાજો ખુલી શક્યો ન હોવાથી આ કરૂણ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાના પગલે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, તળાજાના પાવઠી ગામે બટુકભાઈ હમીરભાઈ ઝીંઝાળાના મકાનમાં ભાડે રહેતા અને પીથલપુર ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા દિપક જયસુખભાઈ સોઢાતર ની ધો.1 મા અભ્યાસ કરતી દીકરી તન્વી (ઉ.વ.6) અને ગામની આંગણવાડીમા જતો દીકરો હિત (ઉ. વ.4) બંને ભાઈ બહેનના મકાન માલિકની ફોર વ્હિલમા ગુંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા. બંનેને તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડૉક્ટર એ મૃત્યુ પામેલ જાહેર કરતા પરિવારમા આકંદ ફેલાઈ ગયું હતું.
બે દીકરી અને એક દીકરો મળી ત્રણ સંતાન હતા. દિપકભાઈ સોઢાતરના લગ્ન ઠળિયા ગામે અમૃતભાઈ હરિભાઈ શિયાતરને ત્યાં થયા હતા. બનાવના પગલે તળાજા તાલુકા પંચાયતના ભાજપ સભ્ય સંજયભાઈ કટારિયા સહિતના સ્નેહી અને સેવાભાવી લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવ માવતરને આંખ ઉઘાડનારો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે