હવે આ જ જોવાનું બાકી હતું...પાકિસ્તાની ખેલાડી બન્યો બેકાબૂ, ફેન્સને મારવા દોડ્યો, જુઓ Video
Pakistan vs New Zealand : ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં પાકિસ્તાનની હાર બાદ ઓલરાઉન્ડર ખુશદિલ શાહ ફેન્સ પર ગસ્સે થયો હતો અને તેમને મારવા દોડ્યો હતો. સુરક્ષાકર્મીઓ અને સાથી ખેલાડીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
Trending Photos
Pakistan vs New Zealand : હાલમાં પાકિસ્તાનની ટીમ 5 મેચની T20 સિરીઝ અને 3 મેચની ODI સિરીઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. ODI સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ રમાઈ હતી, જેમાં પાકિસ્તાનને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાની ચાહકોએ તેમની ટીમની હાર બાદ મજાક ઉડાવી હતી. આ પછી પાકિસ્તાનનો ઓલરાઉન્ડર ખુશદિલ શાહ પોતાને રોકી શક્યો નહીં અને પ્રશંસકો સાથે ઝપાઝપી થઈ. સુરક્ષાકર્મીઓએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે અટક્યો નહિ.
મળતી માહિતી મુજબ, ત્રીજી વનડે સમાપ્ત થયા બાદ જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ મેદાન છોડીને જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની પ્રશંસકોએ પોતાના ખેલાડીઓ પર કેટલીક અંગત ટિપ્પણીઓ કરી હતી. ખુશદિલ શાહ આ સહન ન કરી શક્યો અને ફેન્સ સાથે ઝઘડો થયો. વાયરલ થઈ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ ખુશદિલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલા પણ ખુશદિલ શાહને ન્યૂઝીલેન્ડમાં મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ટી-20 સિરીઝમાં આ પાકિસ્તાની ખેલાડીએ બેટિંગ કરી રેહલા કિવી બોલર ફોક્સ સાથે અથડાયો હતો. આ કારણે શાહને ત્રણ ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યા હતા.
Video of fight between Kushdil shah and spectator. #NZvsPAK pic.twitter.com/okHnA7uMbM
— 🏏 Paglu (@CrickitPaglu) April 5, 2025
T20-ODI બંનેમાં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પણ પાકિસ્તાનની સ્થિતિ સુધરી નથી. પાકિસ્તાનની ટીમને ટી-20 અને વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ T20 શ્રેણીમાં કિવી ટીમે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું. આ પછી ટીમે 3 મેચની વન-ડે શ્રેણીમાં પણ ક્લિનસ્વિપ કરી. ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે 42 ઓવરની મેચમાં પાકિસ્તાનને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનની ટીમ માત્ર 221 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને 43 રનથી મેચ હારી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે