IPL 2025ની Closing Ceremonyથી પાકિસ્તાનને લાગશે 'મચ્ચાં', BCCIએ કરી મોટી જાહેરાત
IPL 2025: BCCI 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ના સમાપન સમારોહ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને ખાસ શ્રદ્ધાંજલિ આપશે.
Trending Photos
IPL 2025 Closing Ceremony: આઈપીએલ 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે, જ્યાં તેની ફાઇનલ મેચ 3 જૂને રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે. બીસીસીઆઈએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે, જેમાં 'ઓપરેશન સિંદૂર'ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બીસીસીઆઈના આ નિર્ણયથી દરેક પ્રશંસકોનું હૃદય ખુશીથી ભરાઈ ગયું છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી છે કે સમાપન સમારોહ સંપૂર્ણપણે સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. 3 જૂનના રોજ સેના, નૌકાદળ, વાયુસેના અને સંરક્ષણ સ્ટાફના વડાઓને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
IPL 2025 CLOSING CEREMONY WILL BE DEDICATED TO INDIAN ARMED FORCES. 🇮🇳 pic.twitter.com/1mr9i1gEo9
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2025
‘BCCI સેનાને સલામ કરે છે’
તેમણે જણાવ્યું હતું કે, "BCCI આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઓપરેશન સિંદૂર હેઠળના બહાદુરીભર્યા પ્રયાસો રાષ્ટ્રનું રક્ષણ અને પ્રેરણા આપતા રહે છે. શ્રદ્ધાંજલિ તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.
સતત આપવામાં આવી રહી છે સેનાને ટ્રિબ્યૂટ
'ઓપરેશન સિંદૂર' પછી જ્યારથી IPL ફરી શરૂ થઈ છે, ત્યારથી ઘણી જગ્યાએ સેનાને ટ્રિબ્યૂટ આપવામાં આવી રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા અને સશસ્ત્ર દળોને આભાર સંદેશાઓ મોટા સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા. આ ઉપરાંત, ખેલાડીઓએ મેચ પહેલા રાષ્ટ્રગીત પણ ગાયું હતું.
આ પહેલી વાર નથી જ્યારે IPL એ સશસ્ત્ર દળોને સલામી આપી હોય. 2019 ની શરૂઆતમાં પુલવામા હુમલા પછી BCCI એ ઉદ્ઘાટન સમારોહમાં એક લશ્કરી બેન્ડનો સમાવેશ કર્યો હતો અને સશસ્ત્ર દળો માટે 20 કરોડ રૂપિયાનું દાનની જાહેરાત કરી હતી. ફાઇનલમાં એક લાખથી વધુ ચાહકો હાજર રહે તેવી અપેક્ષા છે, તેથી IPL 2025નો સમાપન સમારોહ ચોક્કસપણે ભાવનાત્મક ક્ષણ બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે