પેટ કમિન્સ અને રજત પાટીદાર સામે BCCIની મોટી કાર્યવાહી, આ કારણોસર ફટકારી સજા

Rcb Vs Srh : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને IPL મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

પેટ કમિન્સ અને રજત પાટીદાર સામે BCCIની મોટી કાર્યવાહી, આ કારણોસર ફટકારી સજા

Rcb Vs Srh : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન પોતપોતાની ટીમોના સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કમિન્સને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે આ સિઝનમાં IPL આચારસંહિતા હેઠળ તેની ટીમનો આ પહેલો ગુનો હતો. તો RCBના રજત પાટીદારને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, 'પાટીદારને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે IPLની આચારસંહિતા હેઠળ આ સિઝનમાં સ્લો ઓવર રેટ સંબંધિત તેમની ટીમનો આ બીજો ગુનો હતો.' આ સિવાય ટીમના બાકીના સભ્યોને પણ વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો.'

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ IPL આચારસંહિતાની કલમ 2.22 હેઠળ SRHનો આ સિઝનનો પહેલો સ્લો ઓવર-રેટ ગુનો હતો જેના માટે કમિન્સને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટાઇટલ રેસમાંથી બહાર SRHએ RCB સામે આ મેચમાં 42 રનથી વિજય નોંધાવ્યો.

હૈદરાબાદે હાઇ સ્કોરિંગ મેચમાં RCBને હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઈશાન કિશનની અણનમ 94 રનની ઇનિંગ્સને કારણે હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 231 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર શરૂઆત કરી. પરંતુ અચાનક RCBનો બેટિંગ ક્રમ તૂટી ગયો. બેંગ્લોરની ટીમ 19.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને હૈદરાબાદ 42 રનથી મેચ જીતી ગયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news