PBKSની માલિક પ્રીતિ ઝિન્ટાએ ચાહકોની કેમ માંગી માફી ? સોશિયલ મીડિયા પોસ્ટમાં કહી દિલની વાત

Preity Zinta : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. પ્રીતિ ઝિન્ટાએ શાંતિ જાળવવા બદલ દર્શકોનો આભાર માન્યો. તેમણે સુરક્ષિત સ્થળાંતર માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને BCCI અધિકારીઓનો આભાર માન્યો.

PBKSની માલિક પ્રીતિ ઝિન્ટાએ ચાહકોની કેમ માંગી માફી ? સોશિયલ મીડિયા પોસ્ટમાં કહી દિલની વાત

Preity Zinta : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આ તણાવને કારણે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રોકી દેવામાં આવી હતી. મેચ દરમિયાન જ એવું જોવા મળ્યું કે IPL ચેરમેન અરુણ ધુમલ અને પંજાબ કિંગ્સના માલિક પ્રીતિ ઝિન્ટાએ સ્ટેડિયમમાં હાજર ચાહકોને શાંતિથી બહાર જવા કહ્યું. આ અંગે પ્રીતિ ઝિન્ટાએ હવે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

પ્રીતિએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોની દોડધામ પછી તે આખરે ઘરે પાછી આવી ગઈ છે. રવિવારે તેણે ચાહકોનો આભાર માન્યો. પ્રીતિએ 'X' પર લખ્યું, 'ધર્મશાલા સ્ટેડિયમમાં હાજર લોકો ગભરાયા વગર અને કોઈ ભાગદોડ ન મચાવી તે બદલ દરેકનો આભાર... મને દુઃખ છે કે મેં થોડી અસહજતા દાખવી અને બધા સાથે ફોટા પાડવાનો ઇનકાર કર્યો, પરંતુ સમયની જરૂરિયાત બધાની સલામતી હતી અને દરેક સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવું મારી ફરજ અને જવાબદારી હતી.' આ શક્ય બનાવવા બદલ આભાર. 

 

— Preity G Zinta (@realpreityzinta) May 11, 2025

દિલ્હી-પંજાબ મેચ માટે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં લગભગ 23,000 દર્શકોની ક્ષમતા છે અને ગુરુવારે જ્યારે સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું ત્યારે તે લગભગ 80 ટકા ભરેલું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાાવના કારણે શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ટુર્નામેન્ટ ચાલુ રાખવી યોગ્ય રહેશે નહીં.

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ બંનેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ધર્મશાલાથી બહાર કાઢવામાં આવ્યા હતા અને કડક સુરક્ષા વચ્ચે હોશિયારપુર થઈને જલંધર રેલ્વે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ટીમો શુક્રવારે રાત્રે ખાસ 'વંદે ભારત એક્સપ્રેસ' દ્વારા નવી દિલ્હી પહોંચી હતી. પાકિસ્તાની હુમલાઓને રોકવા માટે સાવચેતીના પગલા તરીકે ધર્મશાલા ખાતેનું એકમાત્ર એરપોર્ટ અને પડોશી કાંગડા અને ચંદીગઢ ખાતેના એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા.

પ્રીતિ ઝિન્ટાએ રેલવે મંત્રીનો આભાર માન્યો

પ્રીતિએ પોતાની પોસ્ટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના પ્રમુખ જય શાહ, IPL ચેરમેન અરુણ ધુમલ અને પંજાબ કિંગ્સના CEO સતીશ મેનનનો સતત સમર્થન બદલ આભાર માન્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news