આ ફેમસ ખેલાડી પર આવ્યું 'રાજકુમારી'નું દિલ ! પ્રપોઝલ નકારવા ખેલાડીએ બીજી છોકરીને ખુલ્લેઆમ કરી કિસ, Video વાયરલ

Gavi Relationship : સ્પેન અને એફસી બાર્સેલોનાનો યુવા ફૂટબોલ સ્ટાર ગાવી આજકાલ તેની રમત કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, સ્પેનની રાજકુમારી લિયોનોરને ગાવી પસંદ આવ્યો હતો. બંને વચ્ચે મુલાકાત પણ થઈ હતી.

આ ફેમસ ખેલાડી પર આવ્યું 'રાજકુમારી'નું દિલ ! પ્રપોઝલ નકારવા ખેલાડીએ બીજી છોકરીને ખુલ્લેઆમ કરી કિસ, Video વાયરલ

Football Player Gavi : સ્પેન અને એફસી બાર્સેલોનાનો યુવા ફૂટબોલ સ્ટાર ગાવી પર સ્પેનની રાજકુમારી લિયોનોર મોહી ગઈ હતી. બંને વચ્ચે કેટલીક મુલાકાતો પણ થઈ હતી. એવું કહેવાય છે કે રાજકુમારી લિયોનોર ગાવી સાથે રિલેશનશિપ રાખવા માંગતી હતી, પરંતુ ગાવીએ તેના પ્રપોઝલને નકારી કાઢ્યું. આ સમાચારે લોકોનું ધ્યાન ખેંચ્યું અને હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ગાવી કોની સાથે છે.

એના પેલાયો સાથેનો વીડિયો વાયરલ 

રાજકુમારી લિયોનોરના સમાચાર પછી એક વીડિયો વાયરલ થયો જેમાં ગાવી એક છોકરી એના પેલાયો સાથે જોવા મળ્યો હતો. વીડિયોમાં ગાવી તેને ગળે લગાવતો અને કિસ કરતો જોવા મળે છે, જેનાથી તેના સંબંધોની ચર્ચા શરૂ થઈ હતી. જોકે ગાવી અને અનાએ તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી, પરંતુ તેમણે જાહેરમાં કરેલા આ વર્તનના કારણે લોકોની ઉત્સુક વધી છે. ખાસ કરીને પ્રિન્સેસ લિયોનોરના સમાચાર પછી બધાની નજર એના પેલાયો પર છે. તેની સુંદરતા અને ફેશન સેન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pedri & Gavi (@pedri.gavi)

એનાનો સ્ટાઇલિશ અંદાજ

એના પેલાયો સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર તેની સ્ટાઇલિશ તસવીરો શેર કરે છે. એક તસવીરમાં તેણે સફેદ મીની ડ્રેસ પહેર્યો હતો, જેમાં ફુલ સ્લીવ્સ અને ક્રોશેટ પેટર્ન હતી. તેણીએ તેને નાના બ્રાઉન બેગથી સ્ટાઇલ કરી હતી. તેના બિકીની લુકને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક પોસ્ટમાં તેણે પ્રિન્ટેડ સ્કાર્ફ સાથે જાંબલી-પીળી બિકીની પહેરી હતી અને બીજી પોસ્ટમાં તેણે ટોપી સાથે પીળા ફૂલોવાળી બિકીની પહેરી હતી. બંને લુકમાં તેની સ્ટાઇલ અદ્ભુત હતી.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ana Pelayo (@anapelayozz)

પ્રિન્સેસ લિયોનોર વિશેના સમાચાર સાચા છે કે નહીં તે ચોક્કસ નથી. પરંતુ એના પેલાયો તેના ફેશન સેન્સથી સ્ટાર બની ગઈ છે. ગાવી સાથેના તેના સંબંધોનું રહસ્ય ચાહકોને વધુ ઉત્સુક બનાવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news