6,6,6,6,6,6...એક ઓવરમાં 6 સિક્સ અને IPLમાં તોફાની સદી, આ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી કરતા પણ છે ખતરનાક

ભારતીય ક્રિકેટમાં ઘણા વિસ્ફોટક યુવા બેટ્સમેન ઉભરી રહ્યા છે. હાલમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું નામ ટોપ પર છે, જેના બેટનું તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. પરંતુ અમે તમને એક એવા યુવા બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેના કરતા પણ વધુ ખતરનાક છે, જેનો એક ઓવરમાં 6 સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ છે.

6,6,6,6,6,6...એક ઓવરમાં 6 સિક્સ અને IPLમાં તોફાની સદી, આ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી કરતા પણ છે ખતરનાક

ભારતીય ક્રિકેટમાં એવા ઘણા વિસ્ફોટક યુવા બેટ્સમેન છે. જે ખતકનાક બેટિંગ માટે જાણીતા છે. હાલમાં વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે, પરંતુ તેના કરતા પણ વધુ ખતરનાક એક બેટ્સમેન છે. આ યુવા બેટ્સમેન એક ઓવરમાં 6 સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ ધરાવે છે. આ પરાક્રમ આ ખેલાડીએ દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં કર્યું હતું.

એક ઓવરમાં 6 સિક્સ

DPLની શરૂઆતની સીઝનમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે રમતા આ પંજાબ ઓપનરે નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ સ્પિનર મનન ભારદ્વાજ સામે ઇનિંગની 12મી ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન, કેપ્ટન તરીકે આ યુવા બેટ્સમેને માત્ર 50 બોલમાં 10 છગ્ગા અને એટલા જ ચોગ્ગાની મદદથી 120 રન બનાવ્યા. આ દરમિયાન તેણે આયુષ બદોની સાથે બીજી વિકેટ માટે 286 રનની ભાગીદારી કરી.

IPL હરાજીમાં કરોડપતિ બન્યો

અમે પ્રિયાંશ આર્ય વિશે વાત કરી રહ્યા છીએ, જે DPLની પહેલી સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 10 મેચમાં 67.56ની સરેરાશથી 608 રન બનાવ્યા. આનું પરિણામ IPL હરાજીમાં જોવા મળ્યું જ્યારે તેને પંજાબ કિંગ્સ દ્વારા 3.8 કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યો. તેની IPL ડેબ્યૂ મેચમાં જ પ્રિયાંશે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી.

CSK સામે સદી

આ પછી તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 42 બોલમાં 9 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 103 રન બનાવીને હંગામો મચાવ્યો. પોતાની પહેલી જ IPL સિઝનમાં, પ્રિયાંશે 17 મેચમાં 27.94ની સરેરાશથી 475 રન બનાવ્યા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેના બેટથી 25 છગ્ગા અને 55 ચોગ્ગા નીકળ્યા. DPL ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પ્રિયાંશ આર્ય બીજી સિઝનમાં પણ આ લીગમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. જો તે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખશે, તો તે ચોક્કસપણે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news