IPL 2025: અમદાવાદમાં ટાઇટલ જીતીને RCBએ રચ્યો ઇતિહાસ, આવું કરનારી બીજી ટીમ બની...

IPL 2025 માં રવિવારે RCB ની 18 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે, જ્યારે ટીમે પંજાબને હરાવીને તેનું પહેલું IPL ટાઇટલ જીત્યું. આ સાથે ટીમે એક નવો ઇતિહાસ રચ્યો છે.

IPL 2025: અમદાવાદમાં ટાઇટલ જીતીને RCBએ રચ્યો ઇતિહાસ, આવું કરનારી બીજી ટીમ બની...

RCB Wins IPL 2025 Trophy: IPL 2025 માં મંગળવારે નવો ઇતિહાસ રચાયો, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને છ રને હરાવ્યું. આ સાથે 18 વર્ષથી સતત દિલ તૂટી રહેલા સિલસિલાનો પણ અંત આવ્યો. 3 જૂન, 2025 ની રાત્રે RCB ના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પંજાબના બેટ્સમેન શશાંક સિંહ સામે છેલ્લો બોલ ફેંકતાની સાથે જ આખું સ્ટેડિયમ અવાજથી ગુંજી ઉઠ્યું. આ ઐતિહાસિક જીત સાથે, RCB ટીમે નવો ઇતિહાસ રચ્યો છે.

RCB ટીમે રચ્યો ઇતિહાસ 
હકીકતમાં હવે RCB મુંબઈ ઇન્ડિયન્સ પછી બીજી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે જેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને મહિલા પ્રીમિયર લીગ (WPL) બંને ટાઇટલ જીત્યા છે. RCB ની મહિલા ટીમે ગયા વર્ષે WPL માં સારું પ્રદર્શન કર્યું હતું અને ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ એલિસા પેરી, સ્મૃતિ મંધાના અને રેણુકા સિંહ જેવી ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે RCBની મહિલા ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ઇતિહાસ રચ્યો. આ જીત માત્ર મહિલા ટીમ માટે ગર્વની વાત નહોતી, પરંતુ તે સમગ્ર RCB ફ્રેન્ચાઇઝ માટે એક મોટી સિદ્ધિ પણ બની.

RCB are the only second team to win both IPL and WPL, after Mumbai Indians ♥️ pic.twitter.com/ekx0Wj5C3l

— Cricket.com (@weRcricket) June 3, 2025

મુંબઈએ આ રેકોર્ડ બનાવનાર સૌ પ્રથમ ટીમ
મુંબઈની ટીમ આ સિદ્ધિ મેળવનાર સૌ પ્રથમ ટીમ હતી. મુંબઈની મેન્સ ટીમે આ ખિતાબ એક વાર નહીં, બે વાર નહીં પણ પાંચ વાર જીત્યો છે, પરંતુ ટીમ માટે ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે મહિલા ટીમે 2023માં પહેલું WPL ટાઇટલ જીત્યું. મુંબઈ પછી હવે RCBએ પણ આ સિદ્ધિ મેળવી છે અને ભારતીય ક્રિકેટની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news