ક્રિકેટમાં સુપર ફ્લોપ રહેલા RCBના આ ખેલાડીએ પૈસા કમાવવા મજબૂરીમાં શરૂ કર્યું 'ગંદુ કામ'

RCB Tymal Mills : ઇંગ્લેન્ડ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ ક્રિકેટર ટાઇમલ મિલ્સે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. તેના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો છે. એક એવો રેકોર્ડ જે કોઈ પણ ક્રિકેટર પોતાના નામે કરવા માંગશે નહીં.

ક્રિકેટમાં સુપર ફ્લોપ રહેલા RCBના આ ખેલાડીએ પૈસા કમાવવા મજબૂરીમાં શરૂ કર્યું 'ગંદુ કામ'

RCB Tymal Mills : RCBના ભૂતપૂર્વ ક્રિકેટર ટાઇમલ મિલ્સે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. ટાઇમલ મિલ્સ 'ઓન્લીફેન્સ' એકાઉન્ટ શરૂ કરનાર પ્રથમ વ્યાવસાયિક ક્રિકેટર બન્યો છે. આ નિર્ણય સાથે તે રાતોરાત ચર્ચાનો વિષય બની ગયો છે.

ઓન્લીફેન્સ શું છે ?

OnlyFans એક બ્રિટિશ વેબસાઇટ છે જે 2016માં શરૂ કરવામાં આવી હતી. તે પોર્નોગ્રાફી માટે વધુ ફેમસ છે અને લોકો તેના પર એકાઉન્ટ બનાવીને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવે છે. લોકોને તે કન્ટેન્ટ પ્રોડ્યુસરનો વિડિઓ અથવા ફોટો જોવા માટે પૈસા ચૂકવવા પડે છે. હવે ટાઇમલ મિલ્સના જોડાવાથી લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે તે પણ પૈસા કમાવવા માટે આવું કન્ટેન્ટ બનાવશે. જોકે, મિલ્સ આ સાથે સહમત નથી.

મિલ્સે કરી સ્પષ્ટતા 

મિલ્સ આ પગલા વિશેની કોઈપણ ગેરસમજને તાત્કાલિક દૂર કરવા કહ્યું કે, હું કહેવા માંગુ છું કે તેના પર કોઈ ગ્લેમર શોટ નહીં હોય. તે બધું શુદ્ધ ક્રિકેટ અને જીવનશૈલી કન્ટેન્ટ છે. આ એક અજાણ્યું ક્ષેત્ર છે, પરંતુ હું તેના માટે ખરેખર ઉત્સાહિત છું," 

મિલ્સની નવી પહેલ 

મિલ્સ એક એવા પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી રહ્યો છે જે પુખ્ત વયના લોકો માટે વધુ જાણીતું છે, પરંતુ તે તેને કંઈક નવું બનાવવાની તક તરીકે જુએ છે. મિલ્સે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે તેપોર્નોગ્રાફી માટે સૌથી વધુ જાણીતું છે. પરંતુ હું જે કરીશ તે તેનાથી અલગ હશે." 32 વર્ષીય મિલ્સ પાસે મીડિયાનો ઘણો અનુભવ છે. ભૂતપૂર્વ સ્પોર્ટ્સ જર્નાલિઝમના વિદ્યાર્થી હોવાને કારણે, તેણે બીબીસી, સ્કાય સ્પોર્ટ્સ અને ટોકસ્પોર્ટ સાથે કામ કર્યું છે. તેણે અખબારમાં કોલમ પણ લખી છે.

કન્ટેન્ટ જોવા માટે પૈસા ચૂકવવા પડશે ?

આ વેબસાઇટમાં જોડાવા પર મિલ્સે કહ્યું, "તમે ચાહકો અને એવા લોકો સાથે સીધો સંપર્ક કરી શકો છો જે તમારી પાસેથી સાંભળવા માંગે છે. ખેલાડીઓ મેચ પહેલા અને પછી મીડિયામાં વાત કરે છે, પરંતુ તે ઘણીવાર સરળ હોય છે. હું આ પ્લેટફોર્મનો ઉપયોગ મારા વિચારો જણાવવા માટે કરી શકું છું અને એક ક્રિકેટર તરીકે જીવનની સારી અને ખરાબ બાબતો જણાવવા માટે વિડિઓઝ અને ફોટાનો ઉપયોગ કરી શકું છું. અમે હજુ પણ પ્રાઈસ પર કામ કરી રહ્યા છીએ, પરંતુ સબ્સ્ક્રાઇબ કરવું મફત રહેશે અને પછી તમારે કેટલીક ખાસ કન્ટેન્ટ માટે ચૂકવણી કરવી પડશે."

ટાઇમલ મિલ્સનું ક્રિકેટ કરિયર

ટાઇમલ મિલ્સ મોટો ખેલાડી બની શક્યો નહીં, હાલમાં 'ધ હન્ડ્રેડ' માં સધર્ન બ્રેવ માટે રમી રહ્યો છે, તે સ્વીકારે છે કે ઇંગ્લેન્ડ માટે રમવાની તેની મહત્વાકાંક્ષાઓ હવે કદાચ સમાપ્ત થઈ ગઈ છે. મિલ્સની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેની પાસે જબરદસ્ત પ્રતિભા હતી, પરંતુ તે એક મહાન ક્રિકેટર બની શક્યો નહીં. મિલ્સે ઇંગ્લેન્ડ માટે ફક્ત T20 ફોર્મેટમાં જ ડેબ્યૂ કર્યું હતું. તેણે 16 મેચમાં 14 વિકેટ લીધી હતી. આ દરમિયાન, તેની ઇકોનોમી 8.83 હતી. મિલ્સને IPLમાં બે ટીમો માટે રમવાની તક મળી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. 2017માં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે 5 મેચમાં 8.57ની ઇકોનોમી રેટથી 5 વિકેટ લીધી. આ ઉપરાંત, 2022માં તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 5 મેચમાં 6 વિકેટ લીધી. આ દરમિયાન, તેની ઇકોનોમી 11.17 હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news