સાક્ષી પહેલા આ યુવતીના પ્રેમમાં પાગલ હતો MS Dhoni, માહીના દિલ પર કરતી હતી રાજ

મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી ધોની સાથે શાનદાર જીવન જીવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે સાક્ષી પહેલા પણ એક યુવતી માહિના દિલ પર રાજ કરતી હતી? જાણો જાણીએ કોણ છે તે યુવતી...
 

સાક્ષી પહેલા આ યુવતીના પ્રેમમાં પાગલ હતો MS Dhoni, માહીના દિલ પર કરતી હતી રાજ

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની, એક એવું નામ જેને ક્રિકેટની દુનિયામાં કોઈ પરિચયની જરૂર નથી. દુનિયા તેને માહીના નામથી ઓળખે છે, તે ક્રિકેટના મેદાનનો લેજન્ડ અને લાખો દિલોની ધડકન છે. એમએસ ધોની ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે અને દુનિયામાં તેના લાખો પ્રશંસક છે. ધોનીનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે, ખાસ કરી તેની પત્ની સાક્ષી ધોનીની સાથે તેનો મજબૂત સંબંધ જગજાહેર છે. પરંતુ શું તમે જાણો છો કે સાક્ષી પહેલા પણ એક યુવતી જે માહીના દિલ પર રાજ કરતી હતી? ક્રિકેટના મેદાન પર પોતાની કરામતથી વિરોધીઓને માત આપનાર ધોની એક સમયે કોઈના પ્રેમમાં પાગલ હતો. એમએસ ધોની સાક્ષી પહેલા પ્રિયંકા ઝાને પ્રેમ કરતો હતો.

કઈ રીતે શરૂ થઈ હતી પ્રિયંકા અને ધોનીની લવ સ્ટોરી?
માહીની મુલાકાત પ્રિયંકા ઝા સાથે ત્યારે થઈ હતી જ્યારે તે ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રિયંકાએ ધોનીના જીવનમાં ન માત્ર ભાવનાત્મક રૂપથી તેનો સાથ આપ્યો પરંતુ તેના સપનાને પણ પ્રોત્સાહન આપ્યું. કહેવામાં આવે છે કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં હતા. તેનો સંબંધ મજબૂત અને અતૂટ માનવામાં આવતો હતો. ધોની હંમેશા પોતાની ટ્રેનિંગ અને મેચ બાદ પ્રિયંકાને મળવા માટે ઉત્સુક રહેતો હતો.

રોડ અકસ્માતમાં થયું પ્રિયંકાનું મોત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2003મા જ્યારે ધોનીની પસંદગી ઝિમ્બાબ્વે-કેન્યાના પ્રવાસ માટે ઈન્ડિયા એ ટીમમાં થઈ, ત્યારે પ્રિયંકાનું રોડ અકસ્માતમાં મોત થઈ ગયું હતું. જ્યારે ધોની પ્રવાસ પરથી પરત આવ્યો તો તેને પ્રિયંકાના મોતના સમાચાર મળ્યા હતા. આ સમાચારે ધોનીને હચમચાવી નાખ્યો હતો. પ્રિયંકાના મોતની અસર ધોની પર પડી હતી. તેણે થોડા સમય માટે ખુબને બધાથી અલગ કરી લીધો હતો. પરંતુ તેણે આ ગમને પોતાની નબળાઈ ન બનવા દીધો અને પોતાના ક્રિકેટ કરિયર પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ધોનીની મહેનત અને લગન રંગ લાવી અને તેને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું હતું. 

2010મા સાક્ષી સાથે કર્યા લગ્ન
ધોનીએ ક્યારેય જાહેરમાં પ્રિયંકા વિશે વાત કરી નથી. પરંતુ તેની નજીકના લોકો કહે છે કે પ્રિયંકાએ હંમેશા તેના દિલમાં એક ખાસ જગ્યા રાખી છે. ત્યારબાદ ધોનીએ વર્ષ 2010મા સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા અને તેનો એક ખુશ પરિવાર છે. સાક્ષીએ પણ ધોનીના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને બંને વચ્ચે સારી સમજ અને પ્રેમ છે. ધોની અને પ્રિયંકાની ન કહેવાયેલી પ્રેમ કહાની તેની બાયોપિક 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'માં પણ દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ધોનીની ભૂમિકા નિભાવી હતી અને દિશા પટણીએ ધોનીની દિવંગત પ્રેમિકા પ્રિયંકા ઝાની ભૂમિકા ભજવી હતી. જ્યારે કિયારા અડવાણી પત્ની સાક્ષીના પાત્રમાં જોવા મળી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news