VIDEO : સદી બાદ રિષભ પંતે ના માની ગાવસ્કરની વાત, વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે સમગ્ર ઘટના ?
India vs England Test Day 4 : ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. પંતે લીડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી છે. પંતે અગાઉ પહેલી ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. પંતે 130 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સદી બાદ સુનીલ ગાવસ્કરે પંત તરફ સેલિબ્રેશનનો ઈશારો કર્યો હતો, જેને પંતે અવગણ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
India vs England Test Day 4 : ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિષભ પંત સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પંતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી અને રેકોર્ડ્સનો ધમાકો મચાવ્યો છે. પરંતુ સદી પછી તેણે દિગ્ગજ સુનીલ ગાવસ્કરની વાતને અવગણી હતી, જેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પંતને ત્રણ વખત 'STUPID' કહ્યું હતું. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
ગાવસ્કર પહેલી ઇનિંગ્સમાં પ્રભાવિત થયા હતા
સુનિલ ગાવસ્કરનો 'STUPID' વાળો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. પંતે ઇંગ્લેન્ડ સામેની પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારતાની સાથે જ ગાવસ્કરે પોતાના શબ્દો બદલી નાખ્યા. તેમણે પંતની પ્રશંસા પણ એ જ શૈલીમાં કરી. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા ગાવસ્કરે કહ્યું, 'SUPERB, SUPERB, SUPERB'. આ પછી, તેમણે બીજી ઇનિંગ્સમાં પંતને સેલિબ્રેશનની ફર્માઈશ કરી, પરંતુ પંતે તેમની વાત માની નહોતી.
ઈશારામાં થઈ વાતચીત
છેલ્લી મેચમાં પંતે સદી ફટકાર્યા પછી હેન્ડસ્પ્રિંગ સેલિબ્રેશન કર્યું. ગાવસ્કરે તેને આ વખતે પણ આવું જ કરવાનું કહ્યું, પરંતુ પંતે આ વખતે અલગ શૈલીમાં ઉજવણી કરી. રિષભ પંતે ગાવસ્કરને ભવિષ્યમાં ક્યારેક હેન્ડસ્પ્રિંગ સેલિબ્રેશન કરવાનું કહ્યું. ગાવસ્કરે પંતની રેકોર્ડબ્રેક ઇનિંગ્સની ઘણી ઉજવણી કરી. પંત અને રાહુલની સદીઓના આધારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પર 300થી વધુ રનની લીડ મેળવી છે.
Is Sunil Gavaskar's advice behind Rishabh Pant's mature innings?something is going on between these two 😂 pic.twitter.com/5JiIFpuaNX
— Tide Bhai (@Public_Voice0) June 23, 2025
પંતે ઘણા રેકોર્ડ બનાવ્યા
રિષભ પંતે પહેલી ઇનિંગ્સમાં 134 રન અને બીજી ઇનિંગ્સમાં 118 રન બનાવ્યા હતા અને બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો બીજો વિકેટકીપર-બેટ્સમેન બન્યો. આ સાથે, તેણે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં મહાન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં, એવો કોઈ વિકેટકીપર નથી જેણે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે