હાર્દિક, ચહલ બાદ વધુ એક ખેલાડીના અચાનક છૂટાછેડા...7 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

Saina Nehwal Divorce : છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રમત જગતમાં છૂટાછેડાનો દોર ચાલી રહ્યો છે. પછી તે ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને સાનિયા મિર્ઝા જેવા સ્ટાર્સ તેમના જીવનસાથીઓથી અલગ થઈ ચૂક્યા છે. હવે સ્ટાર ખેલાડીની બ્રેકઅપ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે.

હાર્દિક, ચહલ બાદ વધુ એક ખેલાડીના અચાનક છૂટાછેડા...7 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

Saina Nehwal Divorce : છેલ્લા ઘણા સમયથી જાણે છૂટાછેડાનો દોર ચાલી રહ્યો છે. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને સાનિયા મિર્ઝા જેવા સ્ટાર્સ બાદ હવે બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલની બ્રેકઅપ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે. તેણે તેના પતિ અને શટલર પારુપલ્લી કશ્યપ સાથેના 7 વર્ષ જૂના સંબંધો તોડી નાખ્યા છે.

2018માં કર્યા હતા લગ્ન 

ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલે તેના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. સાયનાએ સવારે 11.30 વાગ્યે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને હંગામો મચાવ્યો. લાંબા સંબંધ પછી બંનેએ 2018માં લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ આ સંબંધ ફક્ત 7 વર્ષ સુધી ચાલ્યો. 35 વર્ષીય સાઇનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી અને તેના પતિથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો.

સાઇનાની ભાવુક પોસ્ટ

સાઇનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'જીવન ક્યારેક ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણો વિચાર કર્યા પછી, પારુપલ્લી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંને પોતાના અને એકબીજા માટે આરામ, પ્રગતિ અને રાહત પસંદ કરી રહ્યા છીએ.'

શું છે કારણ ?

આશ્ચર્યજનક વાત એ છે કે તેમના અલગ થવાની કોઈ અફવા નહોતી. જેના કારણે આ પાછળનું કારણ જાણી શકાયું નથી. સાઇનાએ આગળ લખ્યું, 'હું હંમેશા આ યાદો માટે આભારી છું અને આગળ વધવા માટે શુભેચ્છા પાઠવું છું. આવા સમયે અમારી ગોપનીયતાને સમજવા અને આદર આપવા બદલ આભાર.'

સાઇનાએ 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

સાઇના નેહવાલે 2012માં લંડનમાં આયોજિત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. આ પછી, 2015માં, સાઇનાએ વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો અને વિશ્વની નંબર વન શટલર બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. તો પી. કશ્યપે 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news