ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ થયા બાદ શ્રેયસ ઐયરનું પહેલું રિએક્શન આવ્યું સામે...સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ !
Shreyas Iyer : શ્રેયસ ઐય્યરે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને પ્લેઓફમાં પહોંચાડી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને તેના ટેસ્ટ ટીમમાંથી બાકાત રાખ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થયા બાદ ઐયરનું પહેલું રિએક્શન સામે આવ્યું છે.
Trending Photos
Shreyas Iyer : ભારતીય ટીમને આવતા મહિને 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ શ્રેયસ ઐયરનું નામ ટીમમાં ક્યાંય સામેલ નથી, ત્યારે ઐય્યરે IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે તોફાની ઇનિંગ્સ રમીને પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
શ્રેયસ ઐયરની આ ઇનિંગ ભલે ટૂંકી હતી પરંતુ તેની ઇનિંગના આધારે તેણે ભારતીય પસંદગીકારો અને BCCIને જડબાતોડ જવાબ આપ્યો છે. શ્રેયસ ઐયરે ફરી સાબિત કર્યું છે કે તમે મને ટીમમાં સામેલ કરો કે ન કરો, હું મારું શાનદાર પ્રદર્શન કરતો રહીશ અને આ જ તે દરેક મેચમાં સાબિત કરતો જોવા મળે છે.
શ્રેયસ ઐયરે શું કહ્યું ?
શ્રેયસ ઐયરે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ટોસ વખતે કહ્યું, 'હું સંતુષ્ટ છું અને અસંતુષ્ટ પણ છું.' અમે અહીંથી ઝડપી ગતિએ રન બનાવવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. અત્યાર સુધીમાં અડધું કામ થઈ ગયું છે. વર્તમાનમાં રહેવું અને દરેક શક્ય તકનો લાભ લેવો મહત્વપૂર્ણ છે. ઇંગ્લિસ અને સ્ટોઇનિસ ટીમમાં પાછા ફર્યા છે. શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. ગયા વર્ષે શ્રેયસનું ટેસ્ટ ફોર્મેટમાં પ્રદર્શન નિરાશાજનક હતું, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે શાનદર પ્રદર્શન કર્યું હતું.
બેટથી ગુસ્સો ઠાલવ્યો
પંજાબ પહેલા બેટિંગ કરવા આવ્યું અને તેના ઓપનરો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. પરંતુ આ પછી શ્રેયસ ઐય્યર બેટિંગ કરવા આવ્યો અને શાનદાર અડધી સદી ફટકારી. ઐયરના પચાસ રનના કારણે પંજાબની ટીમ સ્કોરબોર્ડ પર 206 રન બનાવવામાં સફળ રહી. જવાબમાં દિલ્હીએ ટાર્ગેટ હાંસલ કરીને શાનદર જીત નોંધાવી હતી.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, આકાશદીપ, કુલદીપ યાદવ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે