શુભમન ગિલની મોટી છલાંગ...જો રૂટે ગુમાવ્યો તાજ, 26 વર્ષીય બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટનો નવો 'બાદશાહ'

Shubman Gill : ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે મોટી છલાંગ લગાવી છે અને ટોપ-10માં પ્રવેશ કર્યો છે. જો રૂટે નંબર-1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. આ 26 વર્ષીય ક્રિરેટર ટેસ્ટ ક્રિકેટનો નવો નંબર-1 બેટ્સમેન બન્યો છે.

શુભમન ગિલની મોટી છલાંગ...જો રૂટે ગુમાવ્યો તાજ, 26 વર્ષીય બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટનો નવો 'બાદશાહ'

Shubman Gill : ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોપ-10માં એન્ટ્રી કરી છે. તો જો રૂટે નંબર-1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. તેના સ્થાને તેનો દેશબંધુ 26 વર્ષીય હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટનો નવો નંબર-1 બેટ્સમેન બન્યો છે. હેરી બ્રુકે એજબેસ્ટન ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને મોટી સદીની ઇનિંગ્સ રમી હતી. આ જ મેચમાં ગિલે પ્રથમ ઇનિંગ્સમાં બેવડી સદી અને બીજી ઇનિંગ્સમાં સદી ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગિલને આ પ્રદર્શન માટે ICC દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.

હેરી બ્રુક નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો

જો રૂટને પાછળ છોડીને, હેરી બ્રુક વિશ્વનો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો છે. બ્રુકે 886 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. બ્રુકે લીડ્સ ટેસ્ટમાં 99 રન બનાવ્યા હતા, જ્યારે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 158 રન બનાવ્યા હતા. રૂટ બીજા સ્થાને સરકી ગયો. રૂટના 868 રેટિંગ પોઈન્ટ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી શ્રેણીમાં અત્યાર સુધી રૂટનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. બ્રુક શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. કેન વિલિયમસન પણ ટોપ-3માં છે, જેમના 867 રેટિંગ પોઈન્ટ છે.

ટોપ-10માં ગિલની એન્ટ્રી

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અને બેટ્સમેન શુભમન ગિલે મોટી છલાંગ સાથે ટોપ-10 માં પ્રવેશ કર્યો છે. તે બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં 15 સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ગિલના 807 રેટિંગ પોઈન્ટ છે. અગાઉ તે 21મા સ્થાને હતો. એજબેસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં, ગિલે પહેલી ઇનિંગમાં 269 રનની મેરેથોન ઇનિંગ રમી હતી, જ્યારે બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા હતા, જેનાથી ભારતને જીત મળી હતી, પરંતુ હવે તેને ICC રેન્કિંગમાં પણ આનો ફાયદો થયો છે. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે લીડ્સ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

આ બેટ્સમેન પણ ટોપ-10માં 

ઇંગ્લેન્ડનો યુવા વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથ પણ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં આવ્યો છે. એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે સદી ફટકારી હતી. સ્મિથ 16 સ્થાન ઉપર સરકીને 10મા સ્થાને પહોંચી ગયો છે. તેના 753 રેટિંગ પોઈન્ટ છે. ગિલ ઉપરાંત, ટોપ-10માં બે ભારતીયો પણ છે - યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત. જયસ્વાલ 858 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તો પંત 790 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news