ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની વતન વાપસી...આ રીતે થયું રોહિત બ્રિગેડનું ભવ્ય સ્વાગત, જુઓ Video
Team India Welcome Ceremony : ભારતીય ટીમના ઘણા સભ્યો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને પોતાના દેશ પરત ફર્યા છે. આ દરમિયાન મુંબઈ પહોંચેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. તો હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Trending Photos
Team India Welcome Ceremony : 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી ભારતના નામે થઈ ગઈ છે. ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમના ઘણા સભ્યો હવે પોતાના દેશ પરત ફર્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા અલગ-અલગ મુંબઈ પહોંચ્યા હતા. જ્યારે હેડ કોચ ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી પહોંચ્યા હતા. અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યો હતો. તો વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ પહોંચ્યા હતા.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા જ્યારે મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ચાહકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રોહિતને બ્લેક ટી-શર્ટ, બ્લુ કેપ અને બ્લુ જીન્સમાં એરપોર્ટ પર આવતા જોઈને ચાહકોએ નારા લગાવ્યા હતા. રોહિતે પણ હાથ ઉંચા કરીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.
𝗔𝗔𝗟𝗔 𝗥𝗘 🔥#MumbaiIndians pic.twitter.com/SyxUZqu72X
— Mumbai Indians (@mipaltan) March 10, 2025
રોહિત તેની દીકરી સમાયરાને ખોળામાં લઈને જઈ રહ્યો જોવા મળે છે. તો તેની પત્ની રિતિકા સજદેહ તેની પાછળ આવી રહી છે. આ દરમિયાન ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. રોહિતને જોઈને ભારે સૂત્રોચ્ચાર થયા હતા. એરપોર્ટ સિક્યોરિટી અને CISFએ તેને એસ્કોર્ટ કરવો પડ્યો હતો.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર પણ મુંબઈ પહોંચી ગયો હતો. જ્યાં તેનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા.
હાર્દિકને જોઈને ભારત માતા કી જયના નારા લાગ્યા
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ તેને જોઈને તમામ ચાહકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
અક્ષર પટેલ અમદાવાદ પહોંચ્યો
અક્ષર પટેલ પણ દુબઈથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ચોહકો તેનું સ્વાગત કરવા પહોંચ્યા હતા, તો તેણે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે ટૂર્નામેન્ટમાં 5મા નંબર પર રમી રહેલા અક્ષરે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ આઈપીએલ 2025ની તૈયારીઓ માટે રવિન્દ્ર જાડેજા સીધો ચેન્નાઈ પહોંચી ગયો અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાઈ ગયો. જાડેજા સાથે વરુણ ચક્રવર્તી પણ જોવા મળ્યો હતો.
ગૌતમ ગંભીર દિલ્હી પહોંચ્યા
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સ્મિત સાથે મીડિયાનું અભિવાદન કર્યું. ભારતીય ક્રિકેટ ટીમે 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે