તમામ 10 બેટ્સમેન રિટાયર્ડ આઉટ...આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર બન્યું આવું
Retired Out : ક્રિકેટમાં ઘણીવાર અવનવી ઘટનાઓ બનતી હોય છે, જે તમને આશ્ચર્યચકિત કરી મુકે છે. તાજેતરમાં પણ આવું જ કઈંક બન્યું છે. એક ટીમના તમામ ખેલાડીઓ રિટાયર્ડ આઉટ થયા હતા.
Trending Photos
Retired Out : ICC મહિલા T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતાર વચ્ચેની મેચમાં એક વિચિત્ર ઘટના જોવા મળી. આ મેચમાં UAEના તમામ 10 બેટ્સમેન રિટાયર આઉટ થયા. આ મેચ શનિવારે રમાઈ હતી.
શનિવારે કતાર સામે મહિલા T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયરમાં 16 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 192 રન બનાવીને UAEના તમામ 10 બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયા હતા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું છે. બેટિંગ કરવા ઉતરેલ UAEના કેપ્ટન ઈશા ઓઝા અને તીર્થા સતીશે 16 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 192 રન ઉમેર્યા. બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયા હતા.
ઈશાએ 55 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા, જ્યારે તીર્થાએ 42 બોલમાં 74 રન બનાવ્યા. બંનેએ 192 રનની ઓપનિંગ ભાગીદારી કરી. આ પછી UAEએ ઇનિંગ્સનો અંત લાવવાનો નિર્ણય કર્યો. મર્યાદિત ઓવર ક્રિકેટમાં ઇનિંગ્સ પુરી કરવાની મંજૂરી ન હોવાથી, ઇશા-તીર્થા અને અન્ય આઠ બેટ્સમેન નિવૃત્ત થયા હતા.
ત્યારબાદ UAEએ કતારને 11.1 ઓવરમાં માત્ર 29 રનમાં ઓલઆઉટ કરી દીધું અને 163 રનથી જંગી જીત મેળવી. આ મેચ ફક્ત 27.1 ઓવર સુધી ચાલી હતી, જેમાં 15 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયાનો રેકોર્ડ હતો, જે મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ છે.
આશ્ચર્યજનક વાત એ હતી કે UAEના 8 બેટ્સમેન એક પણ બોલ રમ્યા વિના આઉટ થયા હતા. જવાબમાં કતાર 193 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું અને કતારના 7 ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા, આમ મેચમાં કુલ 15 ખેલાડીઓ શૂન્ય સ્કોર પર આઉટ થયા હતા. પરિણામે UAE ટીમે આ મેચ 163 રનના મોટા માર્જિનથી જીતી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે