ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો, પછી આ કેપ્ટને અચાનક બદલ્યો દેશ, હવે વિદેશમાં મચાવી રહ્યો છે ધૂમ
Cricket News : ભારત માટે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પોતાનો દેશ છોડીને હવે વિદેશમાં ક્રિકેટ રમી રહ્યો છે. આ તેજસ્વી ક્રિકેટર હવે બોલરો માટે કાળ બની ગયો છે. ત્યારે આ ક્રિકેટર કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Unmukt Chand : ઉન્મુક્ત ચંદ એ ખેલાડી છે જેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ (2012) જીત્યો હતો, પરંતુ તે ક્યારેય સિનિયર ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં. આ જ કારણ છે કે તે ભારત છોડીને અમેરિકામાં ક્રિકેટ રમી રહ્યો છે. ઉન્મુક્ત ચંદ હાલમાં મેજર લીગ ક્રિકેટ-2025 (MLC)માં રમી રહ્યો છે, જ્યાં તેણે સીઝનની 12મી મેચમાં પોતાનો જલવો બતાવ્યો. ઉન્મુક્ત ચંદે તેની ઝડપી બેટિંગથી લોસ એન્જલસને માત્ર જીત જ ના અપાવી, પરંતુ તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો.
આ મેચ ડલ્લાસમાં રમાઈ હતી
ડલ્લાસમાં રમાયેલી આ મેચ વિશે વાત કરીએ તો, સિએટલ ઓર્કાસે ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને છ વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા. સિએટલ ઓર્કાસ માટે, એરોન જોન્સે 36 બોલમાં સૌથી વધુ 44 રન બનાવ્યા, જ્યારે ડેવિડ વોર્નરે 38 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત, શાયન જહાંગીરે ટીમના ખાતામાં 26 રન ઉમેર્યા. વિરોધી ટીમ તરફથી આન્દ્રે રસેલે ત્રણ વિકેટ લીધી, જ્યારે ડ્રાય, શેડલી વાન શાલ્કવિક અને જેસન હોલ્ડરે એક-એક વિકેટ લીધી.
ભારતના આ દિગ્ગજ ખેલાડીએ ધાક જમાવી
ટાર્ગેટનો પીછો કરતા લોસ એન્જલસે ફક્ત 18.2 ઓવરમાં જ જીત મેળવી લીધી. ટીમે સાત રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઉન્મુક્ત ચંદે સૈફ બદર સાથે કમાન સંભાળી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 139 રન ઉમેર્યા. સૈફ બદરએ 32 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. સૈફ બદરના આઉટ થયાના થોડા સમય પછી, રોવમેન પોવેલ પણ આઉટ થયો.
અહીંથી ઉન્મુક્ત ચંદે શેરફેન રધરફોર્ડ સાથે અણનમ ભાગીદારી કરી અને ટીમને વિજય અપાવ્યો. ઉન્મુક્ત ચંદે 58 બોલનો સામનો કરીને 4 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી અણનમ 86 રન બનાવ્યા. રધરફોર્ડ 9 બોલમાં 20 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. વિરોધી ટીમ તરફથી કેમેરોન ગેનન, હરમીત સિંહ, જસદીપ સિંહ અને સિકંદર રઝાએ એક-એક વિકેટ લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે