વિરાટ કોહલી જવાબદાર! બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટને સોંપ્યો રિપોર્ટ
RCB Stampede Case Update : કર્ણાટક સરકારે બેંગલુરુમાં આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ગંભીર બેદરકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું છે.
Trending Photos
RCB Stampede Case Update : કર્ણાટક સરકારે 4 જૂને બેંગલુરુમાં RCBની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડ અંગે હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે. આ સમગ્ર ઘટનામાં વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વિરાટ કોહલીએ વીડિયોમાં ચાહકોને મફતમાં વિજય પરેડમાં આવવાની અપીલ કરી હતી.
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) દ્વારા 4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)ને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. RCB એ અચાનક પોલીસ પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય પરેડની જાહેરાત કરી, જેના કારણે લાખોની ભીડ એકઠી થઈ ગઈ. ભાગદોડમાં 11 લોકોનાં મોત થયા હતા.
ભાગદોડ કેસમાં સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં શું છે ?
બેંગલુરુમાં RCBના વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ આપ્યો છે, જેમાં ઘણી મોટી બેદરકારી અને ગેરવહીવટ સામે આવ્યો છે.
પરવાનગી વિના ઇવેન્ટ: ઇવેન્ટ આયોજક DNA નેટવર્ક્સ પ્રા. લિમિટેડે ૩ જૂને જ પોલીસને જાણ કરી હતી, પરંતુ 2009ના આદેશ મુજબ જરૂરી પરવાનગી લીધી નહોતી. આ કારણે પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.
RCBએ અવગણના કરી: આમ છતાં RCBએ 4 જૂને સોશિયલ મીડિયા પર જાહેરમાં કાર્યક્રમનો પ્રચાર કર્યો. વિરાટ કોહલીએ વીડિયોમાં ચાહકોને મફતમાં આવવાની અપીલ કરી હતી.
ત્રણ લાખથી વધુ લોકોની ભીડ: કાર્યક્રમમાં ભીડ અપેક્ષા કરતા ઘણી વધારે હતી, જેના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ.
છેલ્લી ક્ષણે પાસની જાહેરાત: કાર્યક્રમ શરૂ થાય તેના થોડા સમય પહેલા, બપોરે 3.14 વાગ્યે, આયોજકોએ અચાનક જાહેરાત કરી કે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પાસની જરૂર પડશે. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો.
ભીડ નિયંત્રણમાં મોટી ભૂલ: RCB, DNA અને KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સંકલનનો મોટો અભાવ હતો. ગેટ ખોલવામાં વિલંબ અને અંધાધૂંધીને કારણે ભાગદોડ મચી ગઈ જેમાં 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા.
ઘટના બાદ મર્યાદિત કાર્યક્રમ માટે પરવાનગી: પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે પોલીસે એક નાનો અને મર્યાદિત કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હતી.
કાર્યવાહી અને સજા: ઘટના પછી મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસ શરૂ થઈ, FIR નોંધાઈ, કેટલાક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી, મુખ્યમંત્રીના રાજકીય સચિવને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ગુપ્તચર વડાની બદલી કરવામાં આવી અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી.
🚨 RCB Victory Parade: Today at 5 pm IST. ‼️
Victory Parade will be followed by celebrations at the Chinnaswamy stadium.
We request all fans to follow guidelines set by police and other authorities, so that everyone can enjoy the roadshow peacefully.
Free passes (limited… pic.twitter.com/raJMXlop5O
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે