Fuel Capacity of Plane: પ્લેનમાં ફ્યૂલ ટેંક કેટલી મોટી હોય ? જાણો કેટલા લીટરમાં ફુલ થાય પ્લેનની ટાંકી ?
Fuel Capacity of Plane: જે રીતે અલગ અલગ પ્રકારના પ્લેન હોય છે તે રીતે દરેક પ્લેનની ઈંધણની કેપેસીટી પણ અલગ હોય છે. આજે તમને જણાવીએ એક પ્લેનની ફ્યૂલ કેપેસીટી કેટલી હોય અને કેટલા લીટર ઈંધણ પ્લેનમાં સમાઈ શકે છે.
Trending Photos
Fuel Capacity of Plane: તાજેતરમાં જ અમદાવાદમાં એર ઈંડિયાની લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ અને આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. વિમાન દુર્ઘટનામાં ફક્ત એક વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે બાકી પ્લેનમાં સવાર એક પણ વ્યક્તિની ઓળખ થઈ શકે તેવી હાલત પણ ન હતી. આ ઘટના પછી એક પ્રશ્ન વિશે લોકો સૌથી વધુ જાણવા માંગે છે. આ પ્રશ્ન છે કે પ્લેનમાં ફ્યૂલ ટેન્ક કેટલી મોટી હોય અને તેમાં કેટલું ઈંધણ ભરવામાં આવે છે?
જે રીતે કાર સહિતના વાહનમાં પેટ્રોલની ટેન્કની કેપેસીટી અલગ અલગ હોય છે તે રીતે પ્લેનમાં પણ અલગ અલગ કેપેસીટીના પ્લેન હોય છે. ઈંધણ કેટલી માત્રામાં જરૂરી છે તે વિમાનના આકાર અને મોડલ પર પણ આધાર રાખે છે.
કયા પ્લેનની ફ્યૂલ કેપેસીટી કેટલી હોય ?
મોટા વિમાનની વાત કરીએ તો એરબસ A380 ની ફ્યૂલ ટેંક અંદાજે 323,591 લીટરની હોય છે આ ઉપરાંત બોઈંગ 747 માં 182000 લીટર સુધી ફ્યૂલ ભરી શકાય છે.
જે નાના પ્લેન હોય છે તેમાં આ કેપેસીટી 4000 થી 5000 લીટર સુધીની હોય છે. મધ્યમ સાઈઝના પ્લેનમાં ફ્યૂલ ટેન્ક 26,000 થી 30,000 લીટર સુધીનું ઈંધણ સમાવી શકે છે.
પ્લેનની માઈલેજ કેટલી હોય ?
કાર અને બાઈક એક લીટરમાં ઘણા કિલોમીટર ચાલે છે તેમ ફ્લાઈટ નથી ચાલતી. ફ્લાઈટ 1 કિલોમીટરમાં અનેક લીટર ઈંધણ વાપરે છે. જેમકે બોઈંગ 747 ને એક કિલોમીડરની ઉડાન માટે 12 લીટર ફ્યૂલની જરૂર પડે છે. જો ફ્લાઈટ 1 કલાકમાં 900 કિમીની ઉડાન ભરે છે તો તેને 2400 લીટર ફ્યૂલની જરૂર પડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે