Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે મોટો સવાલ, ઉડાણ ભરવા માટે પ્લેને પૂરા રનવેનો કેમ કરવો પડ્યો ઉપયોગ?
Ahmedabad Plane Crash Reasons: 12 જૂનનો દિવસ અમદાવાદ માટે જ નહી ં પરંતુ સમગ્ર દેશ અને દુનિયા માટે ગોઝારો બની રહ્યો. અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના થઈ જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. અવ્વલ દર્જાનું પ્લેન હોવા છતાં આ વિમાન દુર્ઘટના કેવી રીતે થઈ? તપાસમાં અનેક સવાલો સામે આવ્યા છે.
Trending Photos
લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું (AI-171) 12 જૂનના રોજ અમદાવાદના એરપોર્ટથી ઉડ્યું તો ખરું પરંતુ ગણતરીની પળોમાં મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું જેમાં 241 યાત્રીઓ સહિત 270થી વધુ લોકોના મોત થયા. વિમાન એક મેડિકલ કોલેજ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્થ થયું જેના કારણે મૃત્યુઆંક વધી ગયો. કેન્દ્ર સરકારે આ અકસ્માતની તપાસ માટે એક હાઈ લેવલની કમિટી બનાવી છે જે ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. આ બધા વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની તપાસમાં સામે આવ્યું છે કે ફ્લાઈટે અસામાન્ય રીતે લાંબો ટેકઓફ રોલ લીધો.
ટીઓઆઈના રિપોર્ટ મુજબ ડ્રીમલાઈનરે ઉડાણ ભરતા પહેલા એરપોર્ટના પૂરેપૂરા 3.5 કિલોમીટરના રનવેનો ઉપયોગ કર્યો જ્યારે આવા વિમાનો માટે સામાન્ય રીતે 2.5થી 3 કિલોમીટર રનવેની જરૂર હોય છે. ઉડાણ ભરતા પહેલા કોઈ પણ પૂર્વ ચેતવણી જારી કરાઈ નહતી.
વિમાને પૂરેપૂરા રનવેનો ઉપયોગ કેમ કર્યો?
એરપોર્ટના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે રનવેમાં ફેરફાર, થ્રસ્ટમાં ફેરફાર કે ફ્લેપ એજડસ્ટમેન્ટ માટે કોઈ અપીલ કરાઈ નહતી. હવામાન સ્થિતિ સ્થિર હતી, વિઝિબિલિટી ક્લિયર હતી, જો કે તાપમાન વધુ હતું પરંતુ આમ છતાં તે તમામ પરિચાલન સીમાની અંદર હતા. તેમણે કહ્યું કે ફ્લાઈટ સામાન્ય માપદંડો હેઠળ આગળ વધી હતી.
વિમાનન અધિકારી અને વિશેષજ્ઞ હવે બારીકાઈથી તપાસ કરી રહ્યા છે કે વિમાનને રનવેની પૂરેપૂરી લંબાઈની જરૂર કેમ પડી હતી. પ્રાથમિક તપાસથી જાણવા મળે છે કે અપૂરતા એન્જિન થ્રસ્ટના કારણે ઉડાણમાં વિલંબ હોઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ વિશેષજ્ઞોના હવાલે ફ્લેપ કન્ફ્યુગરેશન મુદ્દાઓની સંભાવના પણ જતાવી, જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ રનવે સંચાલન, એન્જિન સેટિંગ કે ફ્લેપ સેટિંગ્સમાં કોઈ અધિકૃત ફેરફાર કરાયો નહતો.
અત્યાર સુધીની તપાસમાં શું જાણવા મળ્યું
એરપોર્ટના સીસીટીવી ફૂટેજથી એ વાતની પુષ્ટિ થાય છે કે ટેક ઓફ રોલ વધુ લાંબો હતો. ગ્રાઉન્ડ સ્ટાફ કે એટીસી દ્વારા કોઈ વિસંગતિઓ, એન્જિનની નિષ્ફળતાનો સંકેત કે અસામાન્ય પિચ મૂવમેન્ટ જોવા નથી મળી. રિપોર્ટ મુજબ ઉડાણ પહેલા તમામ કોમ્યુનિકશન અને પ્રોટોકોલનું પાલન કરાયું હતું. દુર્ઘટના પહેલા કોઈ આગ કે વિસ્ફોટ જોવા મળ્યો નહતો જેના કારણે ઉડાણ ભર્યા બાદ વિમાનમાં આગ લાગવાની સંભાવનાઓ ફગાવી દેવામાં આવી. વિમાન ઝડપથી ઉતર્યું અને અથડાયું જેના કારણે તપાસકાર્તાઓ અને વિમાનન અધિકારીઓને જવાબ શોધવામાં મુશ્કેલીઓ થઈ રહી છે.
આ પોઈન્ટ્સ પર થઈ રહી છે તપાસ
તપાસમાં તપાસકર્તાઓ ત્રણ મુદ્દાઓ પર તપાસ કરી રહ્યા છે. ટેકઓફ દરમિયાન પૂરતું થ્રસ્ટ ઉત્પન્ન કરવામાં સંભવિત નિષ્ફળતા, વિંગ ફ્લેપની ખરાબીથી લિફ્ટ-ઓફ ડાયનેમિક્સ પ્રભાવિત થઈ હોઈ શકે છે. આતંકવાદ વિરોધી ટુકડીઓના સામેલ થવાથી ખબર પડે છે કે બહારી હસ્તક્ષેપની સંભાવનાનો પણ ઈન્કાર કરાયો નથી.
તપાસ સાથે જોડાયેલા એક સૂત્રએ રોયટર્સને જણાવ્યું કે ટેક્નિકલ ખામી, પાઈલોટની ભૂલ અને તોડફોડ સહિત તમામ મુદ્દાઓ પર સક્રિય રીતે વિચાર કરાઈ રહ્યો છે. તપાસ હવે વિમાનના બ્લેક બોક્સમાંથી મળેલા ડેટા પર નિર્ભર કરે છે જે દુર્ઘટના પહેલાની અંતિમ પળો વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે