Ghibli ની મજા બની શકે છે સજા! તમારી તસવીર ચોરી શકે છે AI, વાંચો આ સમાચાર
Studio Ghibli Image Trend: જો તમને લાગતું હોય કે AI દ્વારા જનરેટ થયેલા તમારા ફોટા મેળવવામાં મજા આવે છે અને તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે કરવામાં આવે છે, તો તમારે ફરીથી વિચારવાની જરૂર છે. AI કંપનીઓ પર લોકોનો ડેટા વેચવાનો આરોપ છે.
Trending Photos
છેલ્લા એક સપ્તાહથી સોશિયલ મીડિયા પર Ghibli સ્ટાઇલમાં પોતાની તસવીરો બનાવવાની હોડ લાગી છે. નેતાથી લઈને સેલિબ્રિટીઝ સુધી દરેક સોશિયલ મીડિયા પર પોતાની Ghibli સ્ટાઇલમાં બનેલી તસવીરો શેર કરી રહ્યાં છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા પ્લેટફોર્મ પર Ghibli સ્ટાઇલમાં બનેલી તસવીરોનું જાણો પૂર આવી ગયું છે. લોકો પોતાની અને પોતાના બાળકોની એઆઈ-જનરેટેડ તસવીરો શેર કરી રહ્યાં છે. તે જોવામાં જેટલી સારી લાગે છે એટલી ખતરનાક સાબિત થઈ શકે છે. લોકો માત્ર ચેટજીપીટી જ નહીં પરંતુ ઘણા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી પોતાની એઆઈ-જનરેટેડ તસવીરો બનાવી રહ્યાં છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આ તસવીરો કયાં સ્ટોર થઈ રહી છે અને આ ટ્રેન્ડનો ભાગ બની એઆઈ પ્લેટફોર્મ પર પોતાની તસવીરો શેર કરવી કેટલી સેફ છે?
ભારે પડશે બેદરકારી!
હકીકતમાં એઆઈ ટેક્નોલોજીને ભૂલમાં પણ હળવાશમાં ન લો. સમજ્યા વગર એઆઈ પ્લેટફોર્મમાં તસવીરો અપલોડ કરવી તમને ભારે પડી શકે છે. થોડા વર્ષ પહેલા Clearview AI નામની એક કંપની પર મંજૂરી વગર સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટમાંથી 3 અબજ કરતા વધુ તસવીરો ચોરવાનો આરોપ લાગ્યો હતો. આ ડેટા પોલીસ અને ખાનગી કંપનીઓને વેચવામાં આવ્યો હતો.
આ Ghibliની મજા તમને ભારે પડી શકે! AI ચહેરો ચોરી શકે, જાણો સાયબર એક્સપર્ટની ચેતવણી...#Ghibli #AI #ghibliart #cybersecurity #PrivacyProtection #fraud #ghiblistudio #ZEE24KALAK pic.twitter.com/PURCcGcjTM
— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2025
સાયબર એક્સપર્ટે આપી ચેતવણી
Ghibli ટ્રેન્ડ પર સાયબર એક્સપર્ટે લોકોને ચેતવણી આપી છે. સાયબર એક્સપર્ટ મયુર ભૂસાળવકરે જણાવ્યુ કે એઆઈ તમારા ફોટાની ચોરી કરી શકે છે. Ghibli આર્ટને કારણે ડીપ ફેક વીડિયો, ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ તમારા નામે બની શકે છે. તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું કે Ghibli આર્ટમાં ફોટા અપલોડ કરવાને કારણે સ્ટોકિંગ, બ્લેકમેઇલિંગ અને સાયબર ક્રાઇમના ગુના વધી શકે છે.
તમારા ચહેરાથી કોઈ અન્ય કરે છે કમાણી
જો તમને લાગે છે કે એઆઈથી પોતાની તસવીરો જનરેટ કરાવવી રસપ્રદ છે અને તેનો માત્ર મનોરંજન માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો તમારે બીજીવાર વિચારવાની જરૂર છે. Statista ના રિપોર્ટ અનુસાર ફેશિયલ રિકોગ્નિશેન ટેક્નોલોજી (Facial Recognition Technology) નું બજાર 2025 સુધી 5.73 બિલિયન ડોલર અને 2031 સુધી 14.55 બિલિયન ડોલરનું થઈ શકે છે.
મેટા (ફેસબુક) અને ગૂગલ જેવી મોટી કંપનીઓ પર તેમના AI મોડલ્સને તાલીમ આપવા માટે યુઝર્સના ફોટાનો ઉપયોગ કરવાનો આરોપ છે. PimEyes જેવી વેબસાઈટ કોઈપણ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને તેના સંપૂર્ણ ડિજિટલ ફૂટપ્રિન્ટને બહાર કાઢી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે પીછો કરવો, બ્લેકમેઇલિંગ અને સાયબર ક્રાઇમના કેસ વધી શકે છે.
તમે કેવી રીતે છટકી શકો છો?
જો તમે ઇચ્છતા નથી કે તમારી ઓળખનો દુરુપયોગ થાય, તો આ સાવચેતીઓ રાખો:
AI એપ્સ પર તમારા ફોટા અપલોડ કરવાનું તરત જ બંધ કરો.
સોશિયલ મીડિયા પર ઉચ્ચ-રીઝોલ્યુશન ફોટા અપલોડ કરવાનું ટાળો.
ફેસ અનલોકને બદલે મજબૂત પાસવર્ડ અથવા પિનનો ઉપયોગ કરો.
કોઈપણ અજાણી એપને કેમેરા એક્સેસ ન આપો.
સરકાર અને ટેક કંપનીઓ પાસેથી AI અને ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીના ગેરકાયદેસર ઉપયોગ પર કડક કાયદો બનાવવાની માંગ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે