Most Selling Car: પંચ, ક્રેટા અને બ્રેઝાને પછાડી વેચાણમાં નંબર-1 બની આ કાર, કિંમત માત્ર 6 લાખ
Maruti Wagon R Sales Report: મારૂતિ વેગનઆર સૌથી વધુ માઇલેજ આપનારી કારમાંથી એક છે. આ કાર શાનદાર ફીચર્સ અને દમદાર માઇલેજને કારણે લોકોની ફેવરેટ કારના લિસ્ટમાં સામેલ છે.
Trending Photos
Maruti Suzuki Wagonr: મારૂતિ સુઝુકી વેગનઆર (WagonR) ભારતમાં સૌથી વધુ વેચાતી કારોમાંથી એક છે. આ કાર ફરી નાણાકીય વર્ષ 2024-2025માં દેશની સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર બની ગઈ છે. પોતાના સસ્તા ભાવ, શાનદાર ફીચર્સ અને દમદાર માઇલેજને કારણે તે ગ્રાહકોની પ્રથમ પસંદ બની છે.
મારૂતિ વેગનઆરની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ વર્ષે વેગનઆરના 1 લાખ 98 હજાર 451 યુનિટ્સનું વેચાણ થયું, જે તેને દેશની નંબર 1 કાર બનાવે છે. પાછલા નાણાકીય વર્ષમાં તેના કુલ 2 લાખ 177 યુનિટ્સ વેચાયા હતા. આ વર્ષે મારૂતિ સુઝુકીની 7 કાર ટોપ-10 સૌથી વધુ વેચાતી કારના લિસ્ટમાં સામેલ છે.
વેગનઆરને કેમ પસંદ કરી રહ્યાં છે ગ્રાહક?
ગ્રાહક મારૂતિ સુઝુકી વેગનઆરને ઘણા કારણે પસંદ કરી રહ્યાં છે. પ્રથમ કારણ તેની સસ્તી કિંમત છે, જે 5.54 લાખથી શરૂ થઈ 7.33 લાખ રૂપિયા સુધી જાય છે. આ કાર પોતાના શાનદાર માઇલેજ માટે પણ જાણીતી છે, કારણ કે તેમાં પેટ્રોલ અને સીએનજી બંને વિકલ્પ મળે છે, જેનાથી તે એક શાનદાર ઈંધણની બચત કરતી કાર બની જાય છે. આ સિવાય કાર આરામદાયક કેબિનની સાથે આવે છે, જેમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોનટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર મ્યુઝિક સિસ્ટમ અને સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
વેગનઆરની કિંમત અને ફીચર્સ
આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત 7.33 લાખ રૂપિયા છે. કારમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ છે. તેમાં પાછળના પાર્કિંગ સેન્સરની સાથે 14-ઇંચના એલોય વ્હીલ્સ અને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ પણ છે. કારના લુકને સુંદર બનાવવા માટે 14 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. સલામતીની દ્રષ્ટિએ, આ કાર ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ અને પાછળના પાર્કિંગ સેન્સર જેવી સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, જે તેને એક પરફેક્ટ ફેમિલી કાર બનાવે છે.
પાવરટ્રેન અને એન્જિન
WagonR બે એન્જિન વિકલ્પો સાથે આવે છે. પહેલું 1.0-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 67bhp પાવર અને 89Nm ટોર્ક આપે છે. બીજું 1.2-લિટર પેટ્રોલ એન્જિન, જે 90bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલા છે. મારુતિ સુઝુકી વેગનઆર નાણાકીય વર્ષ 2024-2025ની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તેની ઓછી કિંમત, જબરદસ્ત માઈલેજ, શાનદાર ફીચર્સ અને પાવરફુલ એન્જિન તેને એક પરફેક્ટ ફેમિલી કાર બનાવે છે. જો તમે 6 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં ભરોસાપાત્ર અને આર્થિક કાર મેળવવા માંગો છો, તો WagonR એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે