શું તમે પણ ટેલિગ્રામ પર મફતમાં ફિલ્મ જોઈને ખુશ થઈ જાવ છો? તમને પણ થઈ શકે છે જેલની સજા

Rules For Movies Piracy: જો તમે પણ તેવા લોકોમાં સામેલ છો જે ટેલિગ્રામમાં મફતની ફિલ્મ જોઈ ખુશ થઈ જાવ છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. આ ગુના માટે તમને જેલ થઈ શકે છે. જાણો તે માટે ભારતમાં શું છે કાયદો...

શું તમે પણ ટેલિગ્રામ પર મફતમાં ફિલ્મ જોઈને ખુશ થઈ જાવ છો? તમને પણ થઈ શકે છે જેલની સજા

Rules For Movies Piracy: ભારતમાં ફિલ્મોની ખૂબ દીવાનગી જોવા મળે છે. ઘણા લોકો થિએટરમાં ફિલ્મ જોવા જતા હોય છે. તો આજકાલ ઓટીટીના જમાનામાં નેટફ્લિક્સ, એમેઝોન અને અન્ય ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શન લઈ ફિલ્મ જુએ છે. તો એક વર્ગ એવો છે જે ટેલીગ્રામ પર ફિલ્મ જુએ છે. અહીં ફિલ્મ જોવા માટે કોઈ પૈસા આપવા પડતા નથી.

ન તમારે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન લેવાનું હોય છે. જો તમે પણ તે લોકોમાંથી છો, જે ટેલીગ્રામ પર ફ્રી ફિલ્મ જોઈને ખુશ થાવ છો. તો સાવધાન થઈ જાવ, બાકી તમને જેલ થઈ શકે છે. તેને લઈને શું છે ભારતમાં કાયદો આવો તમને જણાવીએ.

ટેલીગ્રામ પર ફિલ્મ જોવાની મળી શકે છે સજા?
તમને જણાવી દઈએ કે ભારતમાં ફિલ્મ બનાવ્યા બાદ તે ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતાઓને જ તેને બતાવવાનો અધિકાર છે. અન્ય કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ આ ફિલ્મ લોકોને બતાવી શકે છે. જ્યારે તેની પાસે તે ફિલ્મ બતાવવાનું લાઇસન્સ છે. તે સિવાય, જો ટેલિગ્રામ અથવા અન્ય કોઈ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મૂવી બતાવે છે.

તેથી તે ગેરકાયદેસર છે. આમ કરવું એ સજાપાત્ર ગુનો છે. સિનેમેટોગ્રાફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2023 હેઠળ, આમ કરવાથી 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. એટલું જ નહીં, તમારે 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. તેથી આવું બિલકુલ ન કરવું.

જોવા પર પણ થઈ શકે છે સજા
ઘણા લોકોના મનમાં તે સવાલ આવે છે. શું ટેલીગ્રામ પર ફિલ્મ જોવી પણ ગુનો છે. તો તમને જણાવી દઈએ કે કોઈ ફિલ્મને પાયરેટ કરી તેને સાઇડ પર અપલોડ કરવી ગુનો છે. જો કોઈ પાયરેટેડ ફિલ્મને ટેલીગ્રામ પર જુએ છે તો તેનો અર્થ છે કે તે આ ગુનાનું સમર્થન કરી રહ્યો છે. તેથી આ પણ કાયદામાં ગુનો છે. એટલે ભલે તમે પાયરેટેડ ફિલ્મ અપલોડ ન કરતા હોય પરંતુ તમે તે ફિલ્મ જુઓ તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યાં સુધી કે તમને જેલ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news