Air India Plane Crash: પ્લેન ક્રેશ પછી બ્લેક બોક્સ મેળવવું શા માટે જરૂરી ? ભયંકર દુર્ઘટનામાં પણ બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત રહે ?

Air India Plane Crash: અમદવાદમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ ટેકઓફની 2 જ મિનિટ પછી મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગઈ. આ પ્લેન પર ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. જ્યારે પણ કોઈ પ્લેન ક્રેશ થાય છે ત્યારે લોકોના રેસ્ક્યુ ઓપરેશનની સાથે એક ખાસ વસ્તુ પણ શોધવામાં આવે છે. 
 

Air India Plane Crash: પ્લેન ક્રેશ પછી બ્લેક બોક્સ મેળવવું શા માટે જરૂરી ? ભયંકર દુર્ઘટનામાં પણ બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત રહે ?

Air India Plane Crash: અમદાવાદ શહેરમાં એર ઈંડિયાનું પ્લેન ક્રેશ થયું છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ લંડન જઈ રહી હતી. ફ્લાઈટ ટેકઓફ થયા પછી 2 મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. પ્લેન ક્રેશ થયું ત્યારે જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. 

આ દુર્ઘટના બાદ તુરંત રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં મોતના આંકડા અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં નથી આવી પરંતુ આંકડો મોટો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ પ્લેન ક્રેશની દુર્ઘટના બને છે ત્યારે રેસ્ક્યુ ઓપરેશનની સાથે એક ખાસ વસ્તુ પણ શોધવામાં આવે છે. આ વસ્તુ સૌથી મહત્વની હોય છે. 

જ્યારે પણ કોઈ જગ્યાએ પ્લેન ક્રેશ થાય છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે પ્લેન ક્રેશ થવાનું કારણ શું હતું. તેના માટેના ખાસ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે. પ્લેન ક્રેશ થયા પછી તુરંત લોકલ પ્રશાસન, સુરક્ષા દળ અને ફાયર ડિપાર્ટમેન્ટની ઈમરજન્સી સર્વિસ પહોંચતી કરવામાં આવે છે.

પ્લેન ક્રેશ પછી સૌથી પહેલા  પ્લેનના બ્લેક બોક્સને શોધવામાં આવે છે. આ બ્લેક બોક્સને ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રિકોર્ડર પણ કહેવાય છે. આ એક પ્રકારનું રેકોર્ડિંગ ડિવાઈસ હોય છે જેમાં પ્લેનની ઉડાન દરમિયાન કોકપિટમાં થયેલી વાતચીત અને ઉડાનનો ડેટા રેકોર્ડ થાય છે. 

બ્લેક બોક્સ કોણ શોધે ?

પ્લેન ક્રેશ થયા પછી બ્લેક બોક્સ મેળવવું જરુરી હોય છે કારણ કે તેમાંથી જ જરૂરી જાણકારી મળે છે. તેથી દુર્ઘટના પછી આ કામ સૌથી મહત્વનું થઈ જાય છે. પ્લેન ક્રેશ પછી તેની તપાસ માટે ખાસ ટીમ બનાવવામાં આવે છે જે બ્લેક બોક્સ શોધવાનું કામ કરે છે. 

પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત બચે ?

કેટલાક પ્લેન ક્રેશ એટલા ખરાબ હોય છે કે પ્લેન સંપૂર્ણપણ બળીને ખાખ થઈ ગયા હોય છે. આવા પ્લેનમાંથી પણ બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે છે. તેવામાં પ્રશ્ન થાય કે બ્લેક બોક્સ કેવી રીતે સલામત રહે છે? બ્લેક બોક્સ એટલે સુરક્ષિત રહે છે કે તે ટાઈટેનિયમથી બનેલું હોય છે. અને તેને એકદમ મજબૂત બોક્સમાં રાખવામાં આવે છે. 

પ્લેનના કાટમાળમાંથી બ્લેક બોક્સ કેવી રીતે મળે ?

બ્લેક બોક્સમાં ખાસ પ્રકારનું લોકેટર બીકન લાગેલું હોય છે. જે પ્લેન ક્રેશ થયાના 30 દિવસ સુધી સિગ્નલ મોકલતું રહે છે. જો કોઈ પ્લેન જમીન પર ક્રેશ થાય છે તો તેના કાટમાળને હટાવી બ્લેક બોક્સને શોધવામાં આવે છે. બ્લેક બોક્સ પાણીમાંથી પણ સિગ્નલ મોકલી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news