Watch Video: લો બોલો આવી બેદરકારી? સરકારી તંત્રએ રખડતાં કૂતરાને લાભાર્થી ગણાવી ગરીબોનું ઘર ફાળવી દીધુ

બિહારમાં સરકારી તંત્રએ એક રખડતા શ્વાનને ગરીબ આવાસ ફાળવી દેતાં રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. જી હા. બિહારમાં નઘરોળ સરકારી વિભાગે એક શ્વાનને લાભાર્થી બતાવીને ગરીબ આવાસની ફાળવણી કરી દીધી છે. શ્વાનના નામનું સત્તાવાર રીતે સરકારી આવાસ પ્રમાણપત્ર નીકળતાં સોશિયલ મીડિયા ઉપર પણ બિહાર સરકારની ફજેતી થઈ ગઈ છે. સરકારી વિભાગે આવાસ ફાળવણીમાં કેટલી હદે બેદરકારી દાખવી છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ખુદ નાયબ કલેક્ટરે કબૂલ્યું છે કે હા અમે ભૂલથી એક રખડતા શ્વાનને સરકારી આવાસ ફાળવી દીધો છે.

Trending news